ભાગલપુરમાં ગંગા નદી પર બની રહેલો પુલ ધરાશાયી, ભયાનક વીડિયો સામે આવ્યો.

બિહારના ખગરિયામાં અગુવાની-સુલતાનગંજ વચ્ચે ગંગા નદી પર બનેલો પુલ રવિવારે તૂટી પડ્યો છે. પુલના ચાર પિલર પણ નદીમાં ડૂબી ગયા છે. બ્રિજનો લગભગ 192 મીટર ભાગ નદીમાં પડી ગયો છે. સદનસીબે આ બનાવ સાંજે થયો હોવાથી ત્યાં કોઈ મજૂર ફરજ પર નહોતો.

જોકે, આટલો વિશાળ સ્લેબ તૂટી પડવાને કારણે ગંગા નદીમાં કેટલાય ફૂટ ઊંચા મોજા ઉછળ્યા હતા. જેના કારણે નદીમાં બોટ પર બેઠેલા લોકો ડરી ગયા હતા.

બ્રિજનો કેટલોક ભાગ ગયા વર્ષે પણ તૂટી ગયો છે. એસપી સિંગલા કંપની બનાવી રહી છે. આ પુલનો શિલાન્યાસ 2014માં મુખ્યમંત્રી નીતીશ કુમારે કર્યો હતો. 2015થી આ પુલનું બાંધકામ ચાલી રહ્યું છે. તેની કિંમત 1710.77 કરોડ રૂપિયા છે. પુલની લંબાઈ 3.16 કિમી છે.