ચંડીગઢ, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને પૂર્વ મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીને આપેલી ડેડલાઇન ખતમ થયા બાદ ખેલાડીનું નામ સાર્વજનિક કરી દેવામાં આવ્યું છે.
ભગવંત માને પ્રેસ કોન્ફરન્સમાં ખેલાડી સાથે આવ્યા અને જણાવ્યું હતું કે, ધર્મશાળામાં મેચ દરમિયાન તેમની મુલાકાત કિંગ્સ ઇલેવન પંજાબના ખેલાડી જસઇન્દ્ર સિંહ સાથે થઇ હતી. જસિન્દ્રાએ જણાવ્યું હતું કે, તેમને સ્પોર્ટ્સ ક્વોટામાં પરીક્ષા આપવામાં આવી હતી અને પરિણામ જનરલ ક્વોટામાં આવ્યું હતું. જે સમયે આ સ્થિતિ છે, તે સમયે મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ હતા.જેમણે ગૃહમંત્રીને પત્ર લખીને જણાવ્યું હતું કે, તમારું કામ થઈ જશે. થોડા સમય બાદ જ્યારે ચરણજીત ચન્ની મુખ્યમંત્રી બન્યા, ત્યારે તેમની સામે આ મામલો મૂકવામાં આવ્યો હતો.
માને પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, ચન્નીએ જણાવ્યું હતું કે, મારા ભત્રીજા જશ્ર્નને મળવાનું રહેશે. તમારું કામ થઈ જશે. જ્યારે જશ્ર્ન તેને મળ્યો ત્યારે તેણે કહ્યું, બે લાવો. અને બે દિવસ પછી ફોન કર્યો. જ્યારે તે બે લાખ રૂપિયા લઈને પહોંચ્યો, ત્યારે જશ્ર્નને જણાવ્યું હતું કે, તેણે બે કરોડ રૂપિયા લાવવાનું કહ્યું હતું. આ પછી જસિન્દ્રા સાથે ગેરવર્તણૂક કરવામાં આવી હતી.
મુખ્યમંત્રીએ ક્રિકેટર અને તેના પિતા સાથે ચન્નીની તસવીરો પણ જાહેર કરી છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, ભત્રીજા સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ સાથે ખેલાડીને સરકારી નોકરી પણ આપવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, જસિંદર પંજાબ તરફથી રણજી ટ્રોફી રમી ચૂક્યો છે. આ સાથે જ પૂર્વ મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની મુખ્યમંત્રી ભગવંત માનના આરોપોનો ટૂંક સમયમાં જવાબ આપશે.
પંજાબ મુખ્યમંત્રી ભગવંત માને તે ખેલાડીનો ખુલાસો કર્યો છે, જેની પાસેથી લાંચ માંગવામાં આવી હતી. પીસીમાં સીએમ ખેલાડી સાથે પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, ચન્નીએ પ્લેયરને કહ્યું હતું કે, મારા ભત્રીજા જશ્ર્નને મળી લો, જે બાદ ભત્રીજાએ ૨ કરોડની માંગણી કરી હતી.