ઇસ્લામની પૂજા ફક્ત ભારતમાં જ સુરક્ષિત છે: કેટલાક ધર્મો ભારતની બહારના હતા : ભાગવત

નાગપુર, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે કહ્યું કે, ઇસ્લામની પૂજા ફક્ત ભારતમાં જ સુરક્ષિત રીતે થાય છે. કેટલાક ધર્મો ભારતની બહારના હતા, જે બહારના હતા તે જતા રહ્યા છે. પણ હવે તેને સુધારવાની જવાબદારી આપણી છે. ગુરુવારે નાગપુરના સંઘ શિક્ષા વર્ગ કાર્યક્રમનાં ભાગવતે સંબોધન કર્યું હતું.

ભાગવતે વધુમાં કહ્યું કે સ્પેનથી લઈને મંગોલિયા સુધી આખી દુનિયામાં ઈસ્લામનું આક્રમણ રહ્યું હતું. ધીમે ધીમે ત્યાંના લોકો જાગી ગયા. તેઓએ આક્રમણકારોને હરાવ્યા, તેથી ઇસ્લામ તેના પ્રભાવના ક્ષેત્રમાં સંકોચાઈ ગયો. વિદેશીઓ ત્યાંથી ચાલ્યા ગયા, પરંતુ જ્યાં ઇસ્લામની પૂજા સલામત રીતે ચાલે છે, તે અહીં (ભારતમાં) સલામત રીતે ચાલે છે.

ભાગવતે કહ્યું કે દરેક વ્યક્તિએ ભારતની એક્તા અને અખંડિતતા માટે પ્રયત્ન કરવો જોઈએ. તેમણે કહ્યું કે સરહદો પર ખરાબ નજર રાખનારા દુશ્મનોને તાકાત બતાવવાને બદલે અમે એકબીજાની વચ્ચે લડી રહ્યા છીએ. દેશમાં ભાષા, સંપ્રદાય અને સુવિધાઓને લઈને તમામ પ્રકારના વિવાદો થઈ રહ્યા છે.

તેમણે કહ્યું કે આપણે ભૂલી રહ્યા છીએ કે આપણે એક દેશ છીએ. કેટલાક ધર્મો ભારતની બહારના હતા અને અમે તેમની સાથે યુદ્ધો કર્યા હતા, પરંતુ બહારના લોકો તો જતા રહ્યા છે, હવે બધા અંદરના છે. તેમ છતાં તેઓ બહારના લોકોના પ્રભાવ હેઠળ છે. આપણે સમજવું પડશે કે તેઓ આપણા લોકો છે. જો તેમના વિચારમાં કોઈ ખામી હોય તો તેને સુધારવાની જવાબદારી આપણી છે.

આપણે અલગ દેખાઈએ છીએ, એટલા માટે જ આપણે અલગ છીએ, આ વિચારધારાથી દેશ તૂટતો નથી, આ સમજણ રાખવી પડશે. આપણી પૂજા અલગ-અલગ છે એ ભૂલી જઈએ, છતાં પણ આપણે સમાજ તરીકે આ દેશના છીએ. આપણે કેમ સ્વીકારી શક્તા નથી કે આપણા વડવાઓ આ દેશના છે. આપણી વિવિધતા અલગ થવાનું કારણ નથી. આપણા દેશમાં પ્રાચીન સમયથી દરેકને સાથે લઈને ચાલવાની સંસ્કૃતિ છે.

ભાગવતે કહ્યું, કેટલા દિવસોથી, કેટલી સદીઓથી આપણે બધા ધર્મો સાથે રહીએ છીએ. આ હકીક્તને ઓળખીને જો આપણે આપણી વચ્ચેનો ભેદ જાળવવાની નીતિ અપનાવીશું તો કેવી રીતે થશે. આખી દુનિયામાં જેમને માથું ઢાંકવાની જગ્યા ન મળી, ભારતે તેમને સ્થાન આપ્યું છે.

ભાગવતે કહ્યું કે હિન્દી સ્વરાજ જેને આપણે હિંદુ રાષ્ટ્ર કહીએ છીએ. આઝાદીના ૭૫ વર્ષ જોઈને આપણામાં ઉત્સાહ જાગ્યો છીએ. હિંદુ રાષ્ટ્રના સંકલ્પને પુનરોચ્ચાર કરતા ભાગવતે કહ્યું કે તમામ ભારતીયોનો ડીએનએ એક સમાન છે.