ઈમરાન ખાન એનએબી સામે ૧૫ અબજ રૂપિયાનો માનહાનિનો કેસ દાખલ કરશે

ઇસ્લામાબાદ, પાકિસ્તાન સમાચાર: પાકિસ્તાનમાં રાજકીય ઉથલપાથલ ચાલી રહી છે. શાહબાઝ સરકાર અને પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન વચ્ચે તણાવની સ્થિતિ છે. આ દરમિયાન એક મોટો નિર્ણય લેતા ઈમરાન ખાને નેશનલ એકાઉન્ટેબિલિટી બ્યુરો એટલે કે એનએબી સામે ૧૫ અબજ રૂપિયાનો માનહાનિનો કેસ દાખલ કર્યો છે.

આ અંગે ઈમરાન ખાને કહ્યું કે ’મેં એનએબીના અધ્યક્ષ વિરુદ્ધ ૧૫ અબજ રૂપિયાનો માનહાનિનો કેસ દાખલ કરવાનો નિર્ણય કર્યો છે. મેં તેને લીગલ નોટિસ મોકલી છે. ઈમરાન ખાને આરોપ લગાવ્યો કે ’મારી ધરપકડનું વોરંટ જાહેર રજાના દિવસે જારી કરવામાં આવ્યું હતું અને તેને ૮ દિવસ સુધી ગુપ્ત રાખવામાં આવ્યું હતું. મને અલ-કાદિર ટ્રસ્ટ કેસમાં તપાસમાં રૂપાંતરિત કરવા વિશે જાણ કરવામાં આવી ન હતી.

ઈમરાન ખાને કહ્યું કે એનએબી ઓડનન્સની કલમ ૨૪માં નિર્ધારિત શરતોનો ભંગ કરવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે મારા ધરપકડ વોરંટની રીત અને અમલ ગેરકાયદે અને ગેરબંધારણીય છે. ઇમરાને વધુમાં કહ્યું હતું કે ’પાકિસ્તાન રેન્જર્સનો ઉપયોગ ધરપકડ વોરંટને અંજામ આપવા માટે કરવામાં આવ્યો હતો, જેમણે મને ખરાબ રીતે લીધો હતો. ઈમરાને કહ્યું કે, ’તેમનો ગુપ્ત ઈરાદો ઈસ્લામાબાદ હાઈકોર્ટના પરિસરમાંથી મારી ધરપકડ કરીને મને બદનામ કરવાનો હતો. તેઓ બતાવવા માંગતા હતા કે મારી ભ્રષ્ટાચારના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે.

ઈમરાન ખાને કહ્યું કે હું ચેરિટીમાં વાર્ષિક ૧૦ અબજ રૂપિયા એકત્રિત કરું છું. મારી વિશ્ર્વસનીયતા પર ક્યારેય પ્રશ્ર્ન ઉઠાવવામાં આવ્યો નથી. છતાં મને બોગસ તપાસમાં ફસાવીને મારી ગેરકાયદેસર અને દૂષિત ધરપકડથી મારી પ્રતિષ્ઠાને પ્રતિકૂળ અસર થઈ છે. તે મને હાસ્યનો પાત્ર બનાવ્યો છે. તેથી, મને માનહાનિનો દાવો દાખલ કરવાનો અધિકાર છે.

ઉલ્લેખનીય છે કે ઈમરાન ખાનની ભ્રષ્ટાચારના કેસમાં ૯ મેના રોજ ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં તેને કોર્ટમાંથી જામીન મળી ગયા હતા. ઈમરાન ખાનની ધરપકડ વચ્ચે પાકિસ્તાનમાં ઈમરાનના સમર્થકો દ્વારા હિંસામાં અનેક સરકારી વાહનો અને ઈમારતોને નુક્સાન પહોંચ્યું હતું.