સંતરામપુર તાલુકા ટીચર્સ કો.ઓ. સોસાયટીના ચેરમેન, સેક્રેટરી તથા ચુંટણી અધિકારી સામે રજીસ્ટ્રાર મહીસાગરની લાલ આંખ

  • અધિક રજીસ્ટ્રાર (અપીલ) ગાંધીનગર તથા જીલ્લા રજીસ્ટાર મહીસાગરના હુકમોનું પાલન કરવા સપષ્ટ સુચના.

સંતરામપુર, ધી સંત તાલુકા ટીચર્સ કો. સોસાયટી સંતરામપુરના ચેરમેન શાંતિલાલ સહાની તથા મુખ્ય સેક્રેટરી જયંતિભાઈ પ્રજાપતિ અને તેમનાં મળતિયાંઓ દ્વારા છેલ્લા પાંચ વર્ષથી મંડળીનાં હિત માટે ઉપલી કક્ષાએ સાચી રજુઆત કરનાર સભાસદોને યેનકેન પ્રકારે શારિરીક, માનસિક તથા આર્થિક રીતે હેરાન પરેશાન કરવામાં આવી રહયાં છે. અધિક રજીસ્ટાર અપીલ -ગાંધીનગર તથા જીલ્લા રજીસ્ટાર મહીસાગરનાં સભાસદોના પક્ષમાં આઠ જેટલાં લેખિત હુકમો થયાં હોવાં છતાં આપખુદશાહી વહીવટકર્તાઓ દ્વારા આજદિન સુધી એકપણ હુકમનું પાલન કરેલ નથી અને છ સભાસદોને સસ્પેન્ડ કરેલ છે તેમ જણાવી તેમની ફરજીયાત થાપણ તથા શેરની રકમ સહકારી કાયદાઓની ઉપરવટ જઈને સભાસદોના બેંક એકાઉન્ટ આર ટી જીએસથી જમા કરી દિધી હતી જે ચાર સભાસદોએ રજી.ને જાણ કરી ફરી મંડળીના ખાતાંમાં જમા કરી દિધી હતી. હાલમાં કારોબારીની મુદત પૂર્ણ થતાં ફરી આગામી પાંચ વર્ષમાટે ચુંટણીનું જાહેરનામું મંડળી દ્વારા બહાર પાડેલ છે.જેમાં બિનકાયદેસર રીતે ચાર સભાસદોના નામ મતદાર યાદીમાંથી દુર કરાતાં આ સભ્યોએ તાબડતોબ જીલ્લા રજીસ્ટારને લેખિતમાં રજુઆત કરતાં રજીસ્ટ્રાર મહીસાગરે તા.31/5/2023ના રોજ મંડળીના ચેરમેન, સેક્રેટરી તથા મુખ્ય ચુંટણી અધિકારી જયદિપસિંહ ઝાલા તથા સંતરામપુર, કડાણા અને ફતેપુરા તાલુકાનાં મદદનીશ ચુંટણી અધિકારીઓને લેટર કરી મતદાર યાદી માંથી નામ કમી કરેલ ચાર સભાસદો 1.વિરેન્દ્રભાઈ તાવિયાડ 2.હસમુખલાલ પટેલ 3.પ્રવિણભાઈ પારગી તથા પર્વતસિંહ લબાનાના નામો તાત્કાલિક અસરથી દાખલ કરી તમામ હકો ભોગવવા દેવા હુકમ કરેલ છે તથા જવાબદારો સામે લાલ આંખ કરી સરકારી હુકમોનું પાલન ન કરવામાં આવે તો અને તેમની જવાબદારી ફીકસ કરી કાયદેસરની કાર્યવાહી કરવા લેખિત હુકમો કર્યા હોવાનું જાણવા મળે છે.

રજીસ્ટ્રારનાં લેખિત હુકમ થતાં મંડળીમાં સત્તાનાં જોરે મનમાની કરતાં ચેરમેન, સેક્રેટરી, ચુંટણી અધિકારી તથા મળતિયાં હોદ્દેદારોમાં સોંપો પડી ગયો હોવાનું શિક્ષક આલમમાં સંભળાઈ રહ્યું છે તથા આવનાર સમયમાં ફોજદારી સુધીની કાર્યવાહી પણ થનાર હોવાનું મનાય છે.