જાંબુધોડા, 2019માં જાંબુધોડાના કલવા ફળીયા માંથી 8,42,000/-રૂપીયાના ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે મહિલા બુટલેગર ઝડપાઈ હતી. આ પ્રોહિબીશન એકટનો કેશ જાંબુધોડા કોર્ટમાં ચાલી જતાં બુટલેગર મહિલા આરોપીને બે વર્ષની સાદી સજા ફટકારવામાં આવતાં બુટલેગરોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો.
જાંબુધોડાના કલવા ફળીયામાં રહેતા કોકીલાબેન શનાભાઈ પરમારના ઘરે 31/12/2019 નારોજ રેઈડ કરી ધર માંથી રૂપીયા 8,42,000/-ના ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપી પાડવામાંં આવ્યો. આ કેસ જાંબુધોડા કોર્ટમાં ચાલતા જજ આર.એસ.ટહેલ્યાણીએ સરકારી વકીલની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખી આરોપી બુટલેગર કોકીલાબેન શનાભાઈ પરમારને પ્રોહિબીશન એકટ કલમ-88(એ)(ઈ) 81 મુજબના ગુન્હામાં તકસીરવાર ઠેરવી બે વર્ષની સાદી સજા અને 10,000/-રૂપીયાનો દંડ ફટાકરતો ચુકાદો આપેલ હતો. જાંબુધોડા કોર્ટ દ્વારા ઈંગ્લીશ દારૂના ધંધામાં આરોપીને સજા ફટકારતા અન્ય બુટલેગરોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.