વિરપુર, વિરપુર તાલુકાના જોધપુરના જેજણીકુવા વિસ્તારમાં રહેણાંક વિસ્તારમાં લટકી રહેલા જીવંત વીજવાયરોથી સ્થાનિક રહિશોમાં અકસ્માતની ભિતી સેવાઈ રહી છે. ત્યારે વિરપુર વીજ તંત્ર દ્વારા આવા જીવંત લટકી રહેલા વાયરોને ઉંચા કરવામાં આવે તે જરૂરી બન્યુ છે. જેજણીકુવા વિસ્તારમાં 60 થી 70 ધરોની વસ્તી છે. આવા જોખમી વાયરોથી નીચેથી રહિશો તથા તેમનુ પશુધન અવર જવર કરી રહ્યુ છે. છેલ્લા બે માસથી લટકી પડેલ અત્યંત જોખમી બનેલ જીવંત વીજવાયરોના કારણે વિસ્તારમાં ગમે તે સમયે કોઈ મોટી દુર્ધટના બની શકે છે.વધુમાં ડીપીમાં લગાવેલ ત્રણ ફ્યુઝ પણ એકપણ ફ્યુઝ છે જ નહિ તેને ડાયરેકટ લીંક કરેલ છે જેમાં વાયર સ્પાર્ક થઈ બળી જવાની ધટના બનતા વીજ પુરવઠો ખોરવાતા લોકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. સ્થાનિકોએ વારંવાર એમજીવીસીએલ વિરપુર કચેરીમાં રજુઆતો કરી પણ કાર્યવાહી નહિ કરતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો.