નવીદિલ્હી, દેશભરના શિક્ષણ બોર્ડમાં ધોરણ-૧૦ની પરીક્ષામાં ૪૬ ટકા વિદ્યાર્થી ૮૦ ટકા કરતાં વધારે માર્ક્સ સાથે પાસ થાય છે. જ્યારે ધોરણ-૧૨માં આશરે ૪૪ ટકા વિદ્યાર્થીઓ ૮૦ ટકા કરતાં વધારે માર્ક્સ લાવી રહ્યા છે. બંને સ્તર પર ઉત્તરપ્રદેશ દેશમાં સૌથી આગળ છે. આ માહિતી શિક્ષણ મંત્રાલયના નવા અભ્યાસમાં સામે આવી છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ઉત્તરપ્રદેશમાં ધોરણ-૧૦માં ૬૩ ટકા અને ધોરણ-૧૨માં ૫૮.૨ ટકા વિદ્યાર્થીઓ ૮૦ ટકા કરતાં વધારે માર્ક્સ લાવે છે. યુપીમાં ધોરણ-૧૦ના સ્તર પર ૬૦ ટકાથી ૮૦ ટકા વચ્ચે માર્ક્સ લાવનાર વિદ્યાર્થીઓની સંખ્યા પણ આશરે ૨૦ ટકા છે. ધોરણ-૧૨માં ૬૦-૮૦ ટકા વચ્ચે માર્ક્સ લાવનાર વિદ્યાર્થીઓની સંખ્યા ૨૮ ટકા છે.
હરિયાણા । ધો-૧૦માં ૭૨ ટકા અને ધો.-૧૨માં ૬૫ ટકા વિદ્યાર્થીઓ ૪૦થી ૬૦ ટકા વચ્ચે માર્ક્સ લાવે છે. ધોરણ-૧૦માં ૨૧.૩ ટકા વિદ્યાર્થીઓ અને ૧૨માં ૨૫.૬ ટકા વિદ્યાર્થીઓ ૮૦ ટકા કરતાં વધારે માર્ક્સ લાવી રહ્યા છે.
પંજાબ । ધોરણ-૧૦માં ૮૦ ટકા કરતાં વધુ માર્ક્સ લાવનાર ૨૦ ટકા વિદ્યાર્થી છે. દેખાવમાં દેશમાં પંજાબ સૌથી નીચે છે. ધોરણ-૧૨માં પંજાબના વિદ્યાર્થીનો દેખાવ રાષ્ટ્રીય સરેરાશથી સારો છે. ૫૦ ટકા વિદ્યાર્થીના ૮૦ ટકાથી વધુ છે
બિહાર । ૮૩ ટકા વિદ્યાર્થીઓ ધોરણ-૧૦માં ૬૦ ટકાથી વધુ માર્ક્સ તે પૈકી ૬૦-૮૦ ટકા લાવનાર ૫૨ ટકા અને ૮૦ ટકા કરતાં વધારે માર્ક્સ લાવનાર ૩૧.૨ ટકા છે. ધો.-૧૨માં ૩૦.૪ ટકા વિદ્યાર્થી ૮૦ ટકા કરતાં વધારે માર્ક્સ લાવે છે.
મધ્યપ્રદેશ । ધોરણ-૧૨માં ૮૨.૩ ટકા વિદ્યાર્થીઓના ૬૦ ટકા કરતાં વધારે માર્ક્સ છે. ૪૩ ટકા વિદ્યાર્થીના ૬૦થી ૮૦ ટકા વચ્ચે માર્ક્સ છે. ધોરણ-૧૦માં ૮૨.૬ ટકા વિદ્યાર્થીઓના ૬૦ ટકાથી વધુ માર્ક્સ છે. ૩૫.૬ ટકાના ૮૦ ટકા કરતાં વધારે માર્ક્સ છે.
ઝારખંડ : અહીં પણ ધોરણ-૧૦માં આશરે ૮૩ ટકા વિદ્યાર્થીઓ ૬૦ ટકા કરતાં વધારે માર્ક્સ લાવ્યા છે, જે પૈકી ૩૩ ટકાના ૬૦થી ૮૦ ટકા વચ્ચે માર્ક્સ આવ્યા છે. આશરે ૫૦ ટકા વિદ્યાર્થીઓ ૮૦ ટકા કરતાં વધારે સારા માર્ક્સ લાવ્યા છે.
છત્તીસગઢ । ધોરણ-૧૦માં ૪૦-૬૦ ટકા સુધી માર્ક્સ મેળવનાર ૫૫ ટકા વિદ્યાર્થીઓ છે. ૩૩.૮ ટકા વિદ્યાર્થીઓ ૮૦ ટકા કરતાં વધારે માર્ક્સ મેળવ્યા છે. ધોરણ-૧૨માં ૪૭ ટકા વિદ્યાર્થીઓના માર્ક્સ ૪૦-૬૦ ટકાની વચ્ચે છે. ૮૦ ટકા પ્લસવાળા ૩૮ ટકા વિદ્યાર્થી છે.
રાજસ્થાન । ધોરણ-૧૦માં ૫૪.૧ ટકા વિદ્યાર્થીઓ અને ધોરણ-૧૨માં ૪૫.૭ ટકા વિદ્યાર્થી ૮૦ ટકા કરતાં વધારે માર્ક્સ લાવવામાં સફળ થયા છે.