દુ:ખદ: આલિયા ભટ્ટના દાદા નરેન્દ્ર રાઝદાનનું નિધન

મુંબઇ, બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટ અને સોની રાઝદાનના પિતા નરેન્દ્ર નાથ રાઝદાન હવે આ દુનિયામાં નથી. ભટ્ટ-રાઝદાન પરિવાર પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. અભિનેત્રીના દાદાએ ૯૩ વર્ષની વયે અંતિમ શ્ર્વાસ લીધા. અભિનેત્રી આલિયા ભટ્ટે પોતે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઈન્સ્ટાગ્રામ પર એક ઈમોશનલ પોસ્ટ શેર કરતા આ જાણકારી આપી છે.

આલિયા ભટ્ટના દાદા નરેન્દ્ર નાથ રાઝદાન ઘણા દિવસોથી ગંભીર હાલતમાં બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં આઇસીયુમાં દાખલ હતા. તાજેતરમાં, તેના દાદાની ગંભીર સ્થિતિને કારણે, અભિનેત્રીએ તેની દુબઈની યાત્રા પણ રદ કરી દીધી હતી, જ્યાં તે એક એવોર્ડ ફંક્શનમાં હાજરી આપવા જઈ રહી હતી. નાનાની તબિયતની માહિતી મળતાં જ અભિનેત્રી એરપોર્ટથી પરત ફરી હતી.

આલિયાએ તેના દાદા સાથે વિતાવેલી પળોને યાદ કરીને ઇન્સ્ટાગ્રામ પર એક જૂનો વીડિયો પણ શેર કર્યો છે, જેમાં તે તેના પતિ અને અભિનેતા રણબીર કપૂર સાથે નરેન્દ્ર રાઝદાનનો ૯૨મો જન્મદિવસ ઉજવતી જોવા મળે છે. વિડિયો સાથે એક ઈમોશનલ નોટ શેર કરતા તેણે લખ્યું, “મારા દાદા, મારા હીરો, ૯૩ સુધી ગોલ્ફ રમ્યા. ૯૩ સુધી કામ કર્યું. અત્યાર સુધી બનાવેલ શ્રેષ્ઠ ઓમેલેટ. મહાન વાર્તાઓ કહી. વાયોલિન વગાડ્યું. તેની પૌત્રી સાથે રમ્યો. તેને ક્રિકેટનો શોખ હતો. તેને સ્કેચિંગનો શોખ હતો. તે તેના પરિવાર અને તેના જીવનને છેલ્લી ઘડી સુધી પ્રેમ કરતો હતો. મારું હૃદય ઉદાસીથી ભરેલું છે પણ આનંદથી પણ ભરેલું છે, કારણ કે મારા દાદાએ અમને સુખ આપ્યું છે અને ધન્ય અને આભારી છું કે તેમણે અમને ઉછેર્યા છે.