પંચમહાલ જીલ્લમાં ફરી એકવાર દીપડાની દહેશત આવી સામે

પંચમહાલ જિલ્લના કાલોલ તાલુકામાં ફરી એકવાર દીપડો દેખ્યા હોવાનું સામે આવ્યું છે.આજે કાલોલ તાલુકાના આથમના ગામ ના ડેડીયા ફળીયા માં વાડા માં બાંધી રાખેલ ભેંસ નું મારણ કર્યું છે. ગામમાં દીપડા એ પશુ નું મારણ કરતા ગ્રામ જનોમાં ભયનો માહોલ સર્જાયો છે ત્યારે ગ્રામ જનોએ વન વિભાગને જાણ કરતા વન વિભાગ ના કર્મચારીઓ એ ઘટના સ્થળની મુલાકાત લઇ કયા પ્રાણી દ્વારા હુમલો કર્યો છે તેને પુષ્ટી કરી હતી.હાલ વન વિભાગના કર્મચારીઓ દ્વારા દીપડાને પકડવા માટેની તજવીજ હાથ ધરી છે.

કાલોલ તાલુકામાં દીપડો દેખવાની ધટના ૨ મહિના પહેલા પણ સામે આવી હતી કાલોલના મલાવ ગામમાં દીપડા દ્વારા રાત્રિના સમયે ગામમાં આટાફેરા કરતા હોવાના CCTV પણ જોવા ૨ મહિના પહેલા જોવાયા હતા.આવે જોવાનું એ રહયું કે કાલોલ તાલુકાના ગામમાં જે દીપડો પેહલા દેખ્યો હતો તે આજ દીપડો હતો…?