
દે.બારીયા મામલતદાર ઓફિસમાં શહેર અને તાલુકાની જાહેર જનતા અરજદારમ ાટેની કામગીરી જેવીકે, આવક દાખલા તથા ઓ.બી.સી. પ્રમાણપત્ર, રેશનકાર્ડ માટે તલાટી કમ મંત્રીઓની સહી-સિકકા અને સહમતી માટે અરજદારો ખુબ મોટી સંખ્યામંા ધસારો જોવા મળે છે. તેમની કામગીરી માટે તલાટીઓની ફાળવણી કરેલા તલાટી કમ મંત્રીઓના કેબીનના ત્રણે ત્રણ ટેબલો તા.૦૭/૦૭/૨૦૨૬ના સોમવારના રોજ ૧૨.૦૦ કલાકના સમય સુધી તલાટી કમ મંત્રી નદારત હતા. અરજદારો આમ તેમ ફાંફા મારીને પુછતાછ કરતા નજરે ચડયા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર મામલતદાર ઓફિસમાં પ્રથમ માળે તલાટી કમ મંત્રીની કેબીન અલાયદા બનાવેલ છે. જેમાં કસ્બા તલાટી તેમજ ગ્રામ્યના અરજદારો માટે તલાટી ફાળવેલા છે. તેમ છતાં સોમવારના ખુલતી કચેરીએ અરજદારોનો ખુબ મોટો ધસારો હોય છે. તેવા સમયે ઓફિસના સમયના દોઢ કલાક બાદ પણ તલાટીઓ પોતાના કેબીનમાં હાજર જણાયા ન હતા. જેથી અરજદારો એક બીજાને પુછતાછ કરતા હતા. પોતાની ફરજ પ્રત્યે બેદરકાર તલાટી કમ મંત્રીને કેમ કારણદર્શક નોટીસ ના આપવી જોઈએ તે પદના જવાબદાર અધિકારીઓ જણાવશે ખરાં ? વિકાસના કાર્યોમાં વિક્ષેપ સાનો તેના માટે કોણ જવાબદાર ગણાશે તે યક્ષ પ્રશ્ર્ન છે.