દાહોદ, પ્રેમ કરવાની તાલીબાની સજા આપતા અનેક વિડિયો સામે આવ્યા છે, ત્યારે વધુ એક આવો વિડિયો દાહોદથી સામે આવ્યો છે. દાહોદ જીલ્લાના ફતેપુરા તાલુકાના મારગાળા ગામમાં પ્રેમી સાથે ભાગી ગયેલી પરણિતા ગામમાં પરત આવતા આ દાહોદ જીલ્લાનાં ફતેપુરા તાલુકાના મારગાળા ગામમાં છે, જે વિડિયોમાં જોવા મળે છે. પરણિતાની સાડી પ્રેમીના માથે બંધાવે છે અને પરણીતાને ઢસડે છે. આ વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થતાં જીલા પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે. પોલીસે વિડિયોના આધારે હાલ ચાર ઈસમોની અટાયત કરી તપાસ શરૂ કરી છે અને આ તપાસમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ જોડાયા હોવાનું જાણવા મળ્યું છે.
પ્રાથમિક તબક્કે મળેલ માહિતી અનુસાર ફતેપુરા તાલુકાના મારગાળાની એક પરણિત યુવતી તેના પ્રેમી સાથે ભાગી ગઈ હતી. થોડા દિવસો બાદ તે ગામમાં તેના પ્રેમી સાથે જ પરત ફરતા ગામમાં જમા આતંકનું વાતાવરણ સર્જાયું હોય તેવું વાયલ થયેલા વિડિયોમાં જોવાઈ રહ્યું છે. પરણિતાનો પતિ તેમજ અન્ય ટોળું પરણિતાને રીતસર જમીન પર ઢસરી લઈ જતા હબોવાનું સ્પષ્ટ જોવાઈ રહ્યું છે. મહિલાએ પહેલી સાડી પણ ખેંચી કાઢીને તેના પ્રેમીના માથે બાંધી દઈ તેને મારમારવાનો પ્રયત્ન પણ કવામાં આવ્યો છે. અભદ્ર ભાષામા ગાળાગાળી પણ કરવામાં આવી છે. આવો વિડિયો વાયરલ થતાં ગ્રામ્ય વિસ્તારોમાં ખળભળાટ મચી ગયો છે. એક તરફ ટોળુ મહિલા અને તેના પ્રેમી સાથે મારઝુડ કરવાનો પ્રયત્ન કરે છે. ત્યારે એક વ્યક્તિ તો નાચી રહયો છે અને આ ઘટનાની જાણે વિકૃત આનંદ માણી રહ્યો હોય તેમ વિડિયોમાં જોવાઈ રહ્યું છે. કેટલીક મહિલાઓ લાચાર બનીને દુરથી તમાશો જોઈ રહી છે અને પોતે એક મહિલાને બચાવી પણ નથી શકતી ત્યારે જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં મહિલાઓની સામાજીક સ્થિતિ કેવી હશે તેનો ક્યાશ આ ઘટના ઉપરથી કાઢી શકાય તેમ છે. બીજો એક વ્યક્તિ કારબાના કશુંક પ્રવાહી ભરીને ફરી રહ્યો હોય તેમ પણ લાગી રહ્યું છે, તે કારબામાંથી પ્રવાહી ભરીને પીવડાવી પણ રહ્યો છે ત્યારે તે પાણી છે કે કોઈ કેફી પીણું છે, તે પોલીસ માટે તપાસનો વિષય છે. દાહોદ જીલ્લામાં આ પહેલા પણ મહિલાઓને કે પ્રેમી પંખીડાઓને તાલીબાની સજા આપવાના વિજડિયો વાયરલ થતા આવ્યા છે અને તેમા ક્રુર અને વિકૃત રીતે મહિલાઓને રંજાડવામાં આવતી હોવાનું જોવા મળ્યું છેે. એક વિડિયોમાં તો પાડોશી સગાઓ સાથે વાત કરવાના મામલે તેના પતિએ મહિલાને જાહેરમાં લાકડીઓ ફટકારી અધમુઈ કરી નાખી હતી. આવી ઘણી લાલબત્તી સમાન ઘટનાઓ ઘટી ચુકી છે. પરંતુ તે થોડા કલાકોમાં કે દિવસોમાં જ વિસરાઈ જાય છે અને ફરીથી થોડા અંતરાલ બાદ તેવી જ ઘટના સામે આવે છે. ત્યારે સમજાય છે કે જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કેવી છે ?