ચેક રિટર્ન થવાના કેસમાં પતિ અને પત્ની આરોપીને એક વર્ષની જેલની સજા અને રૂપિયા બે લાખ ફરિયાદીને વળતર ચૂકવવાનો હુકમ કરતી અદાલત

ગોધરા, રોજ બરોજના નાણાકીય વ્યવહારોમાં સમાજમાં ચેકની વીસવશનીયતા માં લોકોને ભરોશો રહે તે માટે કોર્ટો દ્વારા પણ ચેક રિટર્ન થવાના કેસોમાં ગુનેગારો સામે લાલ આંખ કરવામાં આવી રહેલી છે. ગોધરા કોર્ટ દ્વારા ચેક રિટર્નના કેસોના ગુનેગારોમાં દાખલો બેસે તેવો મહત્વનો હુકમ કરવામાં આવેલ છે.

વિગતવાર મળેલી માહિતી મુજબ ફરિયાદી ગોધરા ના પરાગ ગોવિંદલાલ શાહ રહેવાસી ગોધરા પાસેથી આરોપી ઓ પતિ અને પત્ની બંને શકુંતલાબેન મહેંદ્રભાઈ પંડયા અને મહેંદ્ર ગંગારામ પંડયા રહેવાસી બહાર પૂરા ગોધરાના એમ બન્ને આરોપીઓએ બે-બે લાખ હાથ ઉછીના લીધા હતા. તે રકમની ફરિયાદીએ ઉઘરાણી કરતા તે રકમની પરત ચુકવણી પેટે આરોપીઓએ ફરિયાદીને પોતાની કેનેરા બેન્ક અને બેંક ઓફ ઈન્ડિયા બેંક ગોધરા શાખાના રૂપિયા બે-બે લાખના ચેકો લખી આપેલ હતા, પરંતુ તે બન્ને ચેકો ફરિયાદીએ પોતાની બેંક મારફતે ક્લિયરિંગમાં મોકલતા બેલેન્સ ન હોવાના કારણસર ચેક પરત કરેલ. તેથી કાયદેસરની નોટિસ આપવા છતાં આરોપીએ ફરિયાદીને ચેકની રકમ ચુકેવેલી નહિ . તેથી ફરિયાદીએ ગોધરા કોર્ટમાં ચેક રિટર્ન ગુનાની ફરિયાદ દાખલ કરી હતી. આ કેસો ગોધરા કોર્ટમાં ચાલી જતા કોર્ટમાં રજુ થયેલ પુરાવાઓને ધ્યાનમાં લઇને ગોધરાના ત્રીજા ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ જજ ધીરજકુમાર બી. રાજન એ બંને આરોપીઓ શકુંતલાબેન અને મહેંદ્રને ચેક રિટર્ન થવાના ગુનામાં કસુરવાન ઠરાવીને આરોપીઓને એક એક વર્ષ કેદની સજા ભોગવવાનું અને ફરિયાદીને રૂપિયા બે-બે લાખ વળતર અને જો વળતર રકમ ન ભરે તો વધુ ત્રણ મહિનાની સજાનો દાખલો બેસાડતો હુકમ કરેલ છે.