સાતમણાગ્રામ પંચાયતના સીમનાં એક બાજરીના ખેતર માંથી અજાણ્યા યુવકનો શંકાસ્પદ મૃતદેહ મળી આવતાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો

કાલોલ, કાલોલ તાલુકાના સાતમના ગ્રામ પંચાયતના હદ વિસ્તારમાં આવેલ કરણમુવાડા પાસેની સીમમાં આવેલ એક બાજરીના ખેતરમાં એક અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવતાં પોલીસ સહિત આસપાસનાં લોકો ઘટનાં સ્થળ પર દોડ્યાં.

કાલોલ તાલુકાનાં સાતમાગ્રામ પંચાયત ના કરણમુવાડા પાસેની સીમમાં આવેલ એક ખેડૂતનાં ખેતરમાં પાસેના કરણમુવાડા ગામની એક પશુપાલક મહિલા સીમાળાના ખેતરે ઘાસ ચારો લેવાં માટે ગુરૂવારના રોજ સવારે ગઈ હતી. સાતમણાગામના કરણમુવાળા પાસેની સીમમાં સાતમના ગામનાં જ એક ખેડૂતના ખેતરમાં ઊભેલા બાજરીના ખેતરમાં ચારો લેવાં ગયેલ મહિલાએ મૃતદેહ જોતા ગભરામણમાં આવેલ મહિલાએ આસપાસના લોકોને જાણ કરી ખેતરમાલિક પણ જાણ કરી હતી. સાતમના ગામનાં ખેડુતએ કાલોલ પોલીસને જાણ કરતાં કાલોલ પો.સા.ઈ જે.ડી.તરાલ પોલીસ ટીમ સાથે ઘટનાં સ્થળે પહોચતા આસપાસના લોકો પણ દોડી આવ્યા હતાં. બાજરીના ખેતરમાં પડેલ મૃતદેહ ની ઓળખમાટે પોલીસે આસપાસનાં દોડી આવેલ લોકો દ્વારા જાણકારી મેળવતાં કોઈ ઓળખ સામે આવી ન હોવાને કારણે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. કાલોલ પોલીસ સહિત હાલોલ સી.પી.આઈ. પણ ઘટનાં સ્થળે દોડી આવ્યા હતાં. કાલોલ પો.સા.ઈ.જે.ડી.તરાલએ બાજરીના ખેતરમાં પડેલ મૃતદેહની કડીયોમાં પગેરૂ શોધવામાં આસપાસના ખેતરમાં કામ કરતાં અને અજાણ્યા વ્યક્તિનો શંકાસ્પદ મૃતદેહ હોવાનું જણાતાં વધુ તપાસના ચક્રોગતિમાન કર્યા હતાં. બાજરીના ખેતરમાં પડેલ મૃતદેહની શંકા કુશકાને લઈ પોલીસ ચારોકોર તપાસ હાથ ધરી નજીકમાં શંકાસ્પદ ચાલતી દારૂની ભઠ્ઠીઓ અને કામકરતા ખેડૂતોની અને આસપાસનાં પરપ્રાંતીય શ્રમિકોની પણ તપાસ હાથ ધરી ગુનેગારોને શોધવા પોલીસે ચક્રોગતિમાન કર્યા છે. લાંબા સમય સુધી કોઈ વાલીવારસન મળી આવતાં દુર્ગંધ મારતાં મૃતદેહની કોલ્ડ સ્ટોરેજમાં મોકલવા માટે પોલીસે ઘટતી કામગીરી હાથ ધરી છે.