નદીસર, ગોધરા તાલુકા ના નદીસર ગામે આવેલ મહાજન ઈંગ્લીશ સ્કુલનું ચાલુ વર્ષે લેવાયેલ ધો.10 એસ.એસ.સી.નું પરિણામ 71.57 ટકા તેમજ ધો 12 એચ.એસ.સી.નું પરિણામ 82.14 ટકા આવેલ છે. જેમાં ધો.10 માં મહેરા પ્રિયંકાબેન કિરણભાઈ 87.50 ટકા ઠાકોર ખુશીબેન ભૂપેન્દ્રસિંહ 85.50 ટકા ઠાકોર નિશાબેન દશરથસિંહ 85 ટકા સાથે પાસ થયેલ છે.
ધો. 12 માં મહેરા નેહાબેન વિષ્ણુભાઈ 83.71 ટકા, રાઠોડ કામિનીબેન જયેશભાઈ 83.14 ટકા અને પરમાર ઉર્વશીબેન શૈલેષભાઈ 82.14 ટકા સાથે ઉતીર્ણ થયા છે. શાળાના બન્ને વર્ગ ધો.10 અને 12 નું ઝળહળતું પરિણામ આવતા ગ્રામજનો સહિત સૌએ વિદ્યાર્થીઓ અને શાળા પરિવારને અભિનંદન આપ્યા હતા.