ગોધરા, ગોધરા તાલુકાના મેરપ ગામે રોડ બાજુમાં આવેલ કુવા ઉપર પીવા ગયા હતા. ત્યારે 1 વર્ષીય બાળક અચાનક કુવા ઉપર ચડી કુવામાં જોવા જતા કુવામાં પડી જતાં ડુબી જવાથી મોત નિપજ્યું.
પ્રાપ્ત વિગતો મુજબ ગોધરા તાલુકાના મેરપ ગામે સુથાર ફળીયા ખાતે રોડની બાજુમાં આવેલ કુવા ઉપર જ્યોત્સનાબેન તેમના 1 વર્ષીય બાળક વંશીલ સાથે પાણી પીવા માટે ગયા હતા. દરમિયાન 1 વર્ષીય બાળક વંશીલ અચાનક કુવા ઉપર ચડીને કુવામાં જોવા જતાં કુવામાં પડી ગયેલ અને કુવાના પાણીમાં ડુબી જતા મોત નિપજાવા પામ્યું. આ બાબતે ગોધરા તાલુકા પોલીસ મથકે અ.મોતની ફરિયાદ નોંધાવા પામી છે.