શહેરાના ધાયકા પ્રા.શાળાના શિક્ષકે દ્વિતિય ઉચ્ચત્તર પગાર ધોરણની દરખાસ્તમાં ખોટું સી.સી.સી. પ્રમાણપત્ર રજુ કરતાં ફરિયાદ

શહેરા, શહેરા તાલુકા ધાયકા પ્રા.શાળા શિક્ષકે દ્વિતિય ઉચ્ચત્તર પગાર ધોરણ માટેની દરખાસ્તમાં સી.સી.સી.નું ખોટું પ્રમાણપત્ર બનાવી સાચા તરીકે ઉપયોગ કરી છેતરપિંડી કરતાં આ બાબતે શહેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી.

પ્રાપ્ત વિગતો મુજબ શહેરા તાલુકાના ધાયકા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા ચૌહાણ પ્રધ્યુમનસિંહ પર્વતસિંહ (રહે. રતનપુર,કાંટડી) એ તેઓની દ્વિતીય ઉચ્ચત્તર પગાર ધોરણની દરખાસ્તમાં સી.સી.સી.પ્રમાણપત્ર ખોટું બનાવી અને બનાવટી હોવા છતાં સાચા તરીકે ઉપયોગ કરી સરકાર સાથે છેતરપિડી કર્તા કરી કચેરીને ગેરમાર્ગે દોડી ગુન્હો કરતાં આ બાબતે શહેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી.

બોકસ:

ચકાસણી નિયામક કચેરી દ્વારા ગુજરાત કાઉન્સિલીંગ ઓફ વોકેશનલ ટ્રેનિંગની વેબસાઇટ ઉપર ઓનલાઈન જોતા પ્રદ્યુમનસિંહનું સીસીસીનું પ્રમાણપત્ર મળી આવ્યું ન હતું. જેથી સંયુક્ત પગાર ચકાસણી એકમ ગાંધીનગર દ્વારા ગુજરાત કાઉન્સિલીંગ ઓફ વોકેશનલ ટ્રેનિંગનું સીસીસીનું પ્રમાણપત્ર ખોટું અને બનાવટી હોવાનું બહાર આવ્યું.