દે.બારીયા શહેરના મુખ્ય માર્ગમાં પાણીની પાઈપ નાખનાર કોન્ટ્રાકટર અકસ્માત થશે ત્યારે જાગશે ???

દે.બારીયા, દે.બારીયા નગર પાલિકાના પાણી પુરવઠા વિભાગના કોન્ટ્રાકટરે છેલ્લા એક માસના સમયથી નવી પાણીની મુખ્ય પાઈપ બીછાવવાનું કાર્ય નાઈટમાંં હાથ ધરવામાં આવ્યું હતું. જે નવીન ટાંકીમાં પાણી ભરવા માટે નગર પાલિકાના વોટર્સ વર્કસ ઉપરથી પાણીની પાઈપ લાઈનનું બીછાવવાનું કાર્ય હાથ ધર્યુ હતું. ઠેરઠેર વાલ્વ તથા એરવાલ્વ માટે મસમોટા ખાડા ખોદી નાખ્યા છે. તેને એક માસ ઉપર થવા આવ્યો તેમ છતાં તેનું કાર્ય પૂર્ણ થયું નથી. આ મુખ્ય માર્ગ અને મકાન વિભાગનો હોય ત્યાંથી હજારો વાહનો આ રોડ ઉપરથી પસાર થતા હોય છે. જેમાં ખાસ કરીને પાવાગઢ જતા યાત્રાળુઓ પણ આજ રોડનો ઉપયોગ કરતા હોય છે. યાત્રાળુઓની રથ પણ મસમોટા અને ખાડા માંથી એકમાં ખાબકશે. ત્યારે કોન્ટ્રાકટરની આંખો ઉધડશે તે મોટો પ્રશ્ર્ન છે.

આ રોડ ઉપર ખોદી રાખેલા વાલ્વ માટેના ખાડાને વહેલીતકે પુરણ નહી કરાય તો કોઈ મોટી દુર્ધટના થતા કોઈ રોકી શકે તો રોકી લો નહીં તો પસ્તાવો થશે. પાવાગઢના માંંઈ કાલીકાના ભકતોની સમસ્યા હલ કરાશે ખરી કે યાત્રાળુ અથવા રથ લઈને જતા કોઈપણ યાત્રાળુ આ મસમોટા ખાડાઓ ખાબકશે. ત્યારે નગરપાલિકાનું તંત્ર જાગશે કે શુંં ? તે યત્ર પ્રશ્ર્ન છે. આ કાર્ય કરનાર કોન્ટ્રાકટર સમય મર્યાદામાં અને ટેન્ડરની શરતો અનુસાર કાર્યને પૂર્ણ કરવા માટે બંધાયેલો હોય છે. કોઈ તો લાગતા વળગતા ચીફ ઓફિસર ખોદેલા ખાડા અને રોડ ઉપર ઉબડ ખાબડ માટીના ઢગને સરખા કરવા માટે સલાહ સમજ આપશે ? તેવી આમ જનતા તથા વાહન ચાલકોની માંગ ઉઠવા પામી છે.