દાહોદ,
દાહોદ જીલ્લામાં સ્થાનિક સ્વરાજની ચુંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થયેલ છે. ફોર્મ ભરવાની પ્રક્રિયા તેજ બની છે. તેવા સમયે દાહોદ નગરના વોર્ડ નં.૩ માંથી ૧૦૦ જેેટલા યુવાનો કોંગ્રેસમાં જોડતા રાજકારણમાં ગરમાવો આવ્યો.
દાહોદ જીલ્લામાં સ્થાનિક સ્વરાજની ચુંટણીની જાહેરાત થતાં અગાઉ કેટલાય કોંગ્રેસીઓ નેતાઓ પોતાના કાર્યકરો સાથે બીજેપીનો ખેસ પહેરતા દાહોદમાં કોંગ્રેસની પકડ ઢીલી થઈ રહી હોય તેમ લાગી રહ્યું હતું. જેને લઈ રાજકારણ ગરમાયું હતું. આજરોજ દાહોદ નગરના વોર્ડ નં.૩ માંથી ૧૦૦ થી વધુ યુવાનો એ કોંગ્રેસમાં જોડાતા ફરી એકવાર દાહોદના રાજકારણમાં સ્તબ્ધતાનો માહોલ જોવા મળ્યો છે. કોંગ્રેસમાં જોડાયેલ યુવાનોનું કોંગ્રેસી અગ્રણીઓએ પુષ્પગુચ્છ થી સન્માન કરી કોંગ્રેસનો ખેસ પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું.