પોતાને આઇટી ઓફિસર ગણાવી ૬૦ લાખની કિંમતના ૧૭ સોનાના બિસ્કિટની લૂંટ, ચાર આરોપીની ધરપકડ

હૈદરાબાદ, હૈદરાબાદની એક દુકાનમાંથી ઈક્ધમટેક્સ અધિકારી તરીકે ૬૦ લાખ રૂપિયાના સોનાના બિસ્કિટની ચોરી કરવા બદલ ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે મંગળવારે આ માહિતી આપી હતી.

હૈદરાબાદ શહેરના પોલીસ કમિશનર સીવી આનંદના જણાવ્યા અનુસાર, આરોપીઓની ઓળખ રહેમાન ગફૂર અથર, ઝાકિર ગની અથર, પ્રવીણ યાદવ અને આકાશ અરુણ હોવિલ તરીકે કરવામાં આવી છે.

ઘટના અંગે વિગતો આપતા કમિશનરે જણાવ્યું હતું કે ૨૭ મેના રોજ ૮ થી ૧૦ લોકોએ પોતાને આવકવેરા અધિકારી તરીકે દર્શાવી હૈદરાબાદના મોંડા માર્કેટમાં સિદ્ધિવિનાયક નામની દુકાનમાંથી રૂ. ૬૦ લાખની કિંમતના ૧૭ સોનાના બિસ્કિટની ચોરી કરી હતી.

પોલીસે જણાવ્યું કે આરોપીના કબજામાંથી ૭ સોનાના બિસ્કિટ મળી આવ્યા છે અને અન્ય આરોપીઓને વહેલી તકે પકડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

કમિશનરે જણાવ્યું હતું કે ૨૭ મેના રોજ ઈક્ધમટેક્સ અધિકારીઓના રૂપમાં ૮-૧૦ લોકોએ મોંડા માર્કેટમાં સિદ્ધિવિનાયક નામની દુકાનમાંથી ૬૦ લાખ રૂપિયાની કિંમતના ૧૭ સોનાના બિસ્કિટની ચોરી કરી હતી. ૪ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમની પાસેથી ૭ સોનાના બિસ્કિટ મળી આવ્યા છે. અન્ય આરોપીઓ ફરાર છે પરંતુ ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે.