કિશોર કુમારના પરિવારે મંજૂરી નહિ આપતાં બાયોપિક અટકી

મુંબઇ, કિશોર કુમારના પરિવારની મંજૂરીના અભાવે તેમની બાયોપિક અટકી ગઈ છે. કિશોર કુમારના પુત્ર અમિત કુમાર જાતે જ આ બાયોપિક બનાવવા ઈચ્છે છે અને તેથી તેમણે નિર્માણના હક્ક કોઈને આપ્યા નથી.સ્વ. ગાયક કિશોર કુમારની બાયોપિક લાંબા સમયથી ચર્ચામાં છે. અનુરાગ બાસુ છેલ્લાં સાત વર્ષથી આ બાયોપિકની તૈયારી કરે છે. કિશોર કુમારની ભૂમિકા માટે રણબીર કપૂર અન રણવીર સિંહના નામ ચર્ચાઈ ચૂક્યાં છે.

જોકે, અનુરાગ બાસુ પાાસે આ ફિલ્મ બનાવવાના હક્ક જ નથી. તેમણે સ્વ, કિશોર કુમારની પત્ની અને અભિનેત્રી લીના ચંદાવરકર અને ગાયક પુત્ર અમિતનો બાયોપિકના હક્ક માટે વારંવાર સંપર્ક કર્યો છે.પરંતુ અમિતે તેમની આ માગણી મંજૂર કરી નથી. અમિતે સાથેસાથે કહ્યું છ કે, કિશોર કુમારની બાયોપિક બનાવવાનો નિર્ણય તેમનો પરિવાર જ લેશે.

અનુરાગ પાસે પાત્રોનાં નામ બદલીને સ્યૂડો બાયોપિક બનાવવાનો વિકલ્પ ખૂલ્લો છે પરંતુ તેની એવી ઈચ્છા નથી.