સુરતમાં શાકભાજી વેચનારના દીકરા અને પિતા વિનાની દીકરીની મહેનત રંગ લાવી

સુરત, શહેરના ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ આવી ગયુ છે. સુરતના વિદ્યાર્થીઓ ફરી એક વખત મેદાન મારી ગયા છે. સામાન્ય પરિવારના બાળકોની મહેનતે રંગ રાખ્યો છે. આ વિદ્યાર્થીઓ આપબળે ટોપ ટેનમાં આવ્યા છે. શાકભાજી વેચતા પિતાના દીકરાએ પરિવાર અને શાળાનું નામ રોશન કર્યુ છે. આ સાથે અન્ય એક વિદ્યાર્થીએ પોતાના પિતા કોરોના મહામારીમાં ખોયા છે તે વિદ્યાર્થીએ પણ નામ રોશન કર્યુ છે.

ધોરણ ૧૨ કોમર્સનું પરિણામ આવતાની સાથે જ વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે ફરી વખત સુરતના વિદ્યાર્થીઓ મેદાન મારી ગયા હોય તેવો દેખાઈ રહ્યું છે. સુરતની શાળાના બે વિદ્યાર્થીઓ જેમાં એક શાકભાજીનો વેપાર કરતા પરિવારનો વિદ્યાર્થી તો બીજાના પિતા ના હોવાથી શાળાએ ખર્ચ ઉઠાવ્યો હતો. આ વિદ્યાર્થીઓએ શાળા સાથે શહેરનું નામ રોશન કર્યું છે.ત્યારે આ શાળામાં ભણતી પટેલ નિધિસા નામની વિદ્યાર્થીની કે જેમના પિતાનું કોરોનાકાળમાં મૃત્યું પામ્યા હતા. આ વિદ્યાર્થીનીની પરિસ્થિતિ સારી ન હતી ત્યારે શાળાએ ખર્ચ ઉઠાવી તેને અભ્યાસમાં મદદ કરી હતી. આજે આ વિદ્યાર્થી ૯૯.૯૯ પીઆર સાથે ૯૬.૮૬ ટકા લાવીને પાસ થઇને ગૌરવ વધાર્યું છે. આ સાથે સાથે સુરત શહેરમાં પ્રથમ આવ્યાનું ગૌરવ પણ મેળવ્યુ છે.

સુરતની એક શાળામાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીના પિતા શાકભાજી વેચતા હતા. પ્રદીપ માડી નામનો વિદ્યાર્થી ધોરણ ૧ થી ૧૦ હિન્દી મીડિયમમાં ભણ્યો હતો. જે બાદ ગુજરાતી મિડીયમમાં ધોરણ ૧૧ અને ૧૨માં અભ્યાસ શરૂ કર્યો હતો. આજે ૯૪.૭૧ ટકા સાથે પાસ થયો છે.