મને કોઇ અફસોસ નથી…’ જેનિફર વિંગેટે ડિવોર્સ લીધાના વર્ષો બાદ ખુલાસો કર્યો

  • જેનિફર વિંગેટે પણ પોતાના સંબંધોના તૂટવા અંગે ખુલીને વાત કરી છે.

મુંબઈ, વર્ષ ૨૦૧૪ સુધીમાં કરણ સિંહ ગ્રોવરે ટીવીની દુનિયામાં ૧૪ વર્ષની સફર પૂર્ણ કરી હતી. કરણે ૧૪ વર્ષમાં ટીવીની દુનિયામાં જોરદાર સ્ટારડમ હાંસલ કર્યું હતું. શાર્પ લુક અને શાનદાર બોડી સાથે દમદાર અવાજમાં એક્ટિંગ કરતાં કરણના લાખો ફેન્સ છે. ૨૦૧૫માં કરણે બિપાશા બાસુ સાથે ફિલ્મ અલોન દ્વારા ફિલ્મોમાં ડેબ્યૂ કર્યું હતું. ફિલ્મનું શૂટિંગ એક વર્ષ પહેલા જ શરૂ થઈ ગયું હતું.

ખાસ વાત એ છે કે કરણે આ ફિલ્મ મળવાના માત્ર ૨ વર્ષ પહેલા ૨૦૧૨માં ફેમસ ટીવી એક્ટ્રેસ જેનિફર વિંગેટ સાથે લગ્ન કર્યા હતા. અલોન ફિલ્મના શૂટિંગ દરમિયાન કરણે લગ્ન કર્યા હતા. આ દરમિયાન કરણના બિપાશા સાથેના રિલેશનશિપની અફવાઓ ઉડવા લાગી હતી. દરમિયાન, જેનિફર વિંગેટે ડિવોર્સ માટે અરજી કરી અને બંનેએ છૂટાછેડા લીધા. ડિવોર્સ પછી, એવા સમાચાર પણ સામે આવ્યા હતા કે બિપાશા સાથે કરણ સિંહ ગ્રોવરનું અફેર તેમના ડિવોર્સનું કારણ હતું.

અલોન ફિલ્મ બાદ બિપાશા બાસુએ ૨૦૧૬માં કરણ સિંહ ગ્રોવર સાથે લગ્ન કર્યા હતા. જેનિફર વિંગેટે પણ પોતાના સંબંધોના તૂટવા અંગે ખુલીને વાત કરી છે. જેનિફર વિંગેટે બોમ્બે ટાઈમ્સને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું, ’લગ્નને નિષ્ફળતાનું નામ આપવું મારા હિસાબે અન્યાય થશે. આપણે જે માટે ઘણા પ્રયત્ન કરીએ છીએ તેને બચાવી રાખવાનો ઇરાદો રાખીએ છીએ, તો અસફળ શબ્દનો ઉપયોગ કરવો યોગ્ય નથી.

અમારા લગ્નમાં જે કંઈ થયું તેનો મને અફસોસ નથી, બિલકુલ એવી જ રીતે જેમ મને મારા જીવનમાં કોઈ પણ વાતનો અફસોસ નથી. હું મારા લગ્નને ભૂલ પણ કહેવા માંગતી નથી. અમે બંને અમારા જીવનમાં આગળ વધી ગયા છીએ અને હું કોઈ કડવી યાદો રાખવા માંગતી નથી. લગ્ન મારા માટે અનેક લાગણીઓથી ભરેલું છે. તેનો આખો અનુભવ એકદમ અનોખો હતો. ઘણી વખત મારી લાગણીઓ સામે મે મારી જાતને ઘૂંટણિયે જોઇ હતી.પરંતુ મારો પરિવાર અને મારા મિત્રો હંમેશા મારી પડખે ઉભા હતા.કરણ સિંહ ગ્રોવર અને જેનિફર વિંગેટ બંને ટીવીની દુનિયાના સુપરસ્ટાર છે.

ફેન્સે પણ બંનેની જોડી પર ઘણો પ્રેમ વરસાવ્યો હતો. પરંતુ કરણ સિંહ ગ્રોવરે જેનિફર સાથેના લગ્નને ભૂલ ગણાવી હતી. કરણ સિંહ ગ્રોવર અને જેનિફર ટીવી સીરિયલ ’દિલ મિલ ગયે’ના સેટ પર મળ્યા હતા. આ સીરિયલમાં બંનેએ ઘણો રોમાન્સ કર્યો હતો. આ સીરિયલ દરમિયાન કરણ સિંહ ગ્રોવરે શ્રદ્ધા નિગમ સાથે લગ્ન કર્યા હતા. આ દરમિયાન કરણ અને જેનિફર વચ્ચે રિલેશન શરૂ થયા. લગ્નના ૮ મહિના પછી જ કરણે શ્રદ્ધાને છૂટાછેડા આપી દીધા. જેનિફર અને કરણે ૨૦૧૨માં લગ્ન કર્યા હતા.