હાલોલ, સાવલી-હાલોલ રોડ પર વડોદરા જીલ્લાની હદમાં આવેલા ખાખરીયા ગામની સીમમાંથી પસાર થતી વડોદરા-ગોધરા મુખ્ય રેલવે લાઇનના રેલવે ટ્રેક પર કપાઈ ગયેલો મૃતદેહ મળી આવ્યો હતો. હાલોલનો યુવક ગત સાંજે ઘરેથી નીકળ્યો હતો જે મોડી રાત્રિ સુધી પરત ન ફરતા તેની પત્નીએ તેના દિયરને જાણ કરી હતી. ભાભીએ જાણ કરતા શોધખોળ કરવા નીકળેલા પરીવારને મૃતદેહનાં ત્રણ ટુકડા રેલવે ટ્રેક ઉપર પડેલા હાથ લાગતા તેનાં પરીવાર દ્વારા યુવકના મૃતદેહ અંગેની જાણ સાવલી પોલીસને થતા સાવલી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.સાવલી પોલીસે ઘટનાસ્થળે પહોંચી લાશના ટુકડા સહિતના મૃતદેહનો કબજો મેળવી સાવલીના જમનોત્રી સામુહિક આરોગ્ય કેન્દ્રમાં પીએમ અર્થે મોકલી આપ્યો છે. જમીને લે-વેચના ધંધા સાથે સંકળાયેલા જતીન દરજીએ રેલવે ટ્રેક પર આત્મહત્યા કરી છે કે પછી તેનું ઠંડા કાળજે કાસળ કાઢી નાખવામાં આવ્યું છે. તે અંગે પોલીસે સઘન તપાસ શરૂ કરી છે.
હાલોલ-સાવલી વચ્ચે ખાખરીયા રેલવે ટ્રેક ઉપર મળેલ હાલોલનો મૃતક યુવક પરિણીત છે.તેને હાલોલમાં જ ઇન્ટરકાસ્ટમાં લવ મેરેજ કર્યા હતા. સંતાનમાં અંદાજીત 11 વર્ષની એક દીકરી અને 5 વર્ષ જેટલી ઉંમરનો એક દીકરો છે. ભૂતકાળમાં તે એચ.ડી.એફ.સી બેન્કમાં નોકરી કરતો હતો.
હાલોલ જીઆઇડીસીમાં પ્લાસ્ટિકના દાણા બનાવવાનો એક નાનો ઉદ્યોગ પણ શરૂ કર્યો હતો. પણ ઉદ્યોગમાં બરકત નાં આવતાં તેણે પોતાનો વ્યવસાય બદલી જમીનની લેવેચમાં જંપ લાવતાં હાલ તેણી જીવનશૈલીમાં ફેરફારો આવતાં જીવન સુખ મય હોવાની પણ તેની સાથેના મિત્રોએ જણાવ્યું કે, તેણે ખૂબ ખરાબ દોરમાં પણ મનોબળ નહતું ગુમાવ્યું.
તે કોઈ મિત્રને મુકવા માટે સાવલી જઈ રહ્યો છે અને 8:00 વાગ્યા પછી તેનો મોબાઈલ બંધ થઈ ગયો હતો. જતીન મોડી રાત્રિ સુધી ઘરે પરત ન ફરતા તેની પત્નીએ જતીનના નાના ભાઈને ફોન કરીને જાણ કરી હતી.