હાલોલ નગરમાં ઊભેલા ટાવરનું બાકી લેણું વસુલવા BSNLનો મોબાઈલ ટાવર ચીફ ઓફિસરે સીલ કર્યો

હાલોલ, હાલોલ નગર વિસ્તારમાં બિલાડીના ટોપની માફક ટાવરો ઊભા થતાં હાલોલ નાં એક નાગરીકએ સદર ટાવરની પાલિકા માં માહિતી માંગતા પાલિકા ચોપડે માત્ર 19 જ મોબાઈલ ટાવર નોંધાયેલા છે. જેથી કેટલાક બોગસ મોબાઈલ ટાવરો નગરમાં આવેલા હોવાનો ઘટસ્ફોટ થયો છે. હાલોલ નગર પાલિકા વિસ્તારમાં આવેલ 30 થી વધારે મોબાઈલ ટાવરો ઉભા કરવામાં સૈદ્ધાંતિક કે તાંત્રિક મંજૂરી મેળવવામાં આવી છે કે કેમ ? અને આ મોબાઈલ ટાવરો પૈકી નગરપાલિકાના ચોપડે કેટલા ટાવર નોંધાયેલા છે? અને તેની બાકી વેરા વસુલાત કેટલી છે? આ સવાલોના જવાબો અંગે એક નાગરિક દ્વારા માહિતી માંગવામાં આવી હતી. જેથી કેટલાક બોગસ મોબાઈલ ટાવરો નગરમાં હોવાનો ભાડો ફૂટતાં હાલનાં નગરપાલીકા ચીફ ઓફિસર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

પાલિકાના ચોપડે માત્ર 19 મોબાઈલ ટાવર નોંધાયેલા છે. અને ભૂતકાળમાં આ ટાવરોના લાખો રૂપિયાની વેરા વસુલાત કરવામાં પાલિકા નિષ્ક્રિય રહેતા હાલના ચીફ ઓફિસરે આવા મોબાઈલ ટાવરો ઉપરથી ટેલિકોમની સેવા આપતી મોટી કંપનીઓને બાકી વેરાની આડત્રીસ લાખ પંદર હજાર પાચ સો અગ્નોસિતેર રૂપિયાની ભરપાઈ કરી દેવા અંગે જાહેર નોટિસ ગત દિવસોમાં આપી હતી.

પાલિકાએ આવા ટાવરોનો ઉપયોગ કરતી ટેલિકોમ કંપનીઓને તાકિદ કરવામાં આવ્યાનાં એક અઠવાડિયાનો સમય વીતી જતાં હાલોલના એબીએસ નગર વિસ્તારમાં આવેલા મ્યુનિસિપલ આકારણી નંબર 11/21796/2 વાળો BSNLનો ટાવર કે જેનો પાંચ લાખ ઈકોતેર હજાર બસો સુળતાડીસ રૂપિયાનો વેરો બાકી હતો. તે મોબાઈલ ટાવરને બુધવારના રોજ એક્સનમાં આવેલ નગરપાલિકાનાં ચીફ ઓફિસરએ સીલ કરી તેની આકારણી રદ્દ કરવાની કામગીરી કરવામાં આવી હતી. આકારણી આધારિત લેવામાં આવેલ એમજીવીસીએલના વીજ જોડાણ રદ્દ કરવા અંગે પણ કાર્યવાહી કરવામાં આવી હતી. તદુપરાંત સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ બીજા કેટલાક તાવરોની પણ તપાસ હાથ ધરી કાર્યવાહી કરવામાં આવશે.