ડેસર તાલુકામાં વાવાઝોડા સાથે વરસાદને 22 વિજ લાઈન બંધ કરી ઉભાપાકોને નુકશાન

ડેસર તાલુકામાં ગત રવિવારની સાંજે અચાનક વાતાવરણમાં પલટો આવતા ગાજવીજ અને ભારે પવન સાથે કમોસમી વરસાદ પડતા ભારે નુકસાન થવા પામ્યું છે. ભારે પવનના કારણે વીજપોલ અને વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા. 22 કલાક ઉપરાંત સમયથી વીજળી ડૂલ થઈ ગઈ હતી. ઉપરાંત ખેતીમાં પણ વ્યાપક નુકસાન થયું છે, તદુઉપરાંત લોકોના ઘરના પતરા હવામાં ફંગોળાયા હતા.

ડેસર તાલુકામાં રવિવારની મોડી સાંજે અચાનક વાતાવરણમાં પલટો આવતા ભારે પવન ફુંકાયો હતો. જ્યારે ભારે પવનના કારણે વીજળી દૂલ થઈ ગઈ હતી. ત્યારબાદ રાત્રિના 09:00 વાગ્યાના સુમારે ગાજવીજ અને ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. જ્યારે ભારે પવનના કારણે ઘરના પતરા ઉડ્યા હતા. જેમાં પાંડુ, ડેસર, સાંઢાસાલ, લટવા વાઘાના મુવાડા વગેરે ગામોમાં લોકોના ઘરના પતરા ઉડ્યા હતા. જેમાં વાઘાના મુવાડા ગામમાં રવજીભાઈ દીપાભાઇ સોલંકી, પૂનમભાઈ રાયસીંગભાઇ સોલંકી, લાલાભાઇ જશવંતભાઈ સોલંકી, રંગીતભાઈ બલુભાઈ સોલંકી, જશવંતભાઈ તોતા ભાઈ સોલંકીના મકાનો ના પતરા હવામાં ફંગોળાયા હતા. તેઓને ભારે નુકસાન થવા પામ્યું છે. ઉપરાંત ગાજવીજ અને ભારે પવન સાથે કમોસમી વરસાદ પડતા પાકને પણ નુકસાન થવા પામ્યું છે. તદ્દઉપરાંત વીજ પોલ અને વૃક્ષો ધરાશાય થતા વીજળી દૂર થતા અંધારપટ છવાયો હતો. 22 કલાક ઉપરાંત વીજળી દૂર થઈ ગઈ હતી.