ગોધરા નગર પાલિકાના વોર્ડ નં.૦૮ના આશરે ૧૫૦૦ જેટલા મતદારોના નામ અન્ય વોર્ડમાં દાખલ કરાતા ઉહાપોહ

  • માજી સભ્ય દ્વારા વિરોધ નોંધાવીને પૂન: મૂળ વોર્ડમાં નામ દાખલ કરવાની માંગ.
  • વોર્ડ નં.૦૬ અને ૦૭માંથી નામ કમી કરવાની કલેકટરને રજુઆત.

ગોધરા,
ગોધરા નગર પાલિકાના વોર્ડ નં.૮ માં રહેતા અને અગાઉ આજ વોર્ડમાંથી મતદાર તરીકે મતદાન કરતાં એવા આશરે ૧૫૦૦ ઉપરાંતનાં મતદારોનાં નામ અજાણયા કારણોરાર વોર્ડ નં.૬,૭ માં દાખલ કરવામા આવતા ઉહાપોહ મચ્યો છે. અન્ય વોર્ડમાં મતદારોનો કોઈ હકક ન હોવા છતાં તેઓને ગેરકાયદેસર રીતે નામ દાખલ કરવામાં આવતાં સ્થાનિક માજી સભ્યો એ કલેકટરને આવેદનપત્ર આપી મતદારોનાં નામ ફરી વોર્ડ નં .૮ માં દાખલ કરવાની માંંગ કરાઈ છે.

ગોધરા નગર પાલિકાના વોર્ડ નં .૮ ના માજી સભ્ય એવા મોહમંદ હનિફ કલંદરે કલેકટરને કરેલી રજુઆતમાં આક્ષેપ સાથે જણાવ્યું હતું કે, હાલમાં વોર્ડ નં.૮ માં આવેલ હયાતની વાડી, સાતપુડા, હઠીલા હોટ , આશીયાના સોસાયટી, સુફી મસ્જીદ વાળ વિરતાર તથા વચલા ઓઢાનાં વિસ્તારનાં અનેક મતદારો કે જે ખરેખર વોર્ડ નં .૮ નાં વિસ્તારનાં મતદારો છે અને વોર્ડ નં .૮ નાં કાયમી રહીશ છે તેવા આશરે ૧૫૦૦ ઉપરાંતનાં મતદારોનાં નામ અજાણયા કારણોસર વોર્ડ નં. ૬ તથા ૭ માં દાખલ કરી દેવામાં આવેલા છે. જયારે કે આ મતદારો વોર્ડ નં.૮ નાં વિસ્તારના રહીશ છે અને તેઓને વોર્ડ નં. ૬ તથા ૭ સાથે નીસબત નથી.

જ્યારે વોર્ડ નં.૮ માં મતદારોએ પાછલી ચૂંટણીમાં વોર્ડ નં.૮ માં મતદાન કરેલું છે અને કોઈ નવુ સિમાંકન અમલમાં આવેલ નથી તેમ છતા આ વોર્ડ નં .૮ નાં મતદારોનાં નામ ગેરરકાયદેસર રીતે વોર્ડ નં .૬, ૭ માં દાખલ કરી દેવામાં આવેલા છે . એવું દેખાઈ રહ્યું છે કે અમુક ઉમેદવારોને લાભ કરવાના બદૃઆશયથી આ મતદારોના નામ જાણીબુજીને ગેરકાયદેરાર રીતે વોર્ડ નં .૬ અને ૭ માં દાખલ કરી દેવામાં આવ્યા છે . આ મતદારો વોર્ડ નં .૮ નાં રહીશ છે અને વોર્ડ નં .૮ સાથે તેઓનુ હિત સંકળાયેલું છે. જેથી તે જરૂરી બને છે કે તેઓ પોતાના વિસ્તારમાં અને પોતાના વિસ્તાર માટે મતદાન કરી શકે પરંતુ ગેરકાયદેસર રીતે અન્ય વોર્ડમાં નામ ગેરકાયદેસર રીતે દાખલ કરી દેવાથી તેઓના બંધારણીય હકક છીનવવાની સાથે અન્યાય કરાયો છે. કારણ કે વોર્ડ ને , ૬,૭ નાં ઉમેદવારોને મત આપવાથી તેઓના વિરતારને કોઈ લાભ મળી રહે તેમ નથી. જેથી એ જરૂરી છે કે જે વ્યકિતઓ જે વિરતારમાં રહેતા હોય તે વિરતારમાં અને અગાઉ જે તે મુજબ કોઈ પણ પ્રકારનાં સીમાંકન થયા સિવાય વોર્ડ તે વિસ્તારમાં મતદાન કરે આ અન્ય વોર્ડમાં દાખલ કરવામાં આવતાં ગેરબંધારણીય છે. અમુક ઉમેદવારોને લાભ કરાવવા માટે આવા પ્રકારની ગેરરીતી આચરવામાં આવેલી હોય તેવું સ્પષ્ટ દેખાય રહેલ છે . જેથી તાલની અરજી રાદર હકીકતે આપ સાહેબનાં ધ્યાન ઉપર લાવવા તથા વોર્ડ નં .૮ નાં જે મતદારોનાં નામ ગેરકાયદેસર રીતે વોર્ડ નં .૬,૭ માં દાખલ કરવામા આવેલા છે તેઓના નામ ફરી વોર્ડ નં .૮ માં દાખલ કરવાની જ‚ર ઉભી થઈ છે. આ સાથે રજુ યાદીમાં દર્શાવેલ વોર્ડ નં .૮ નાં મતદારોનાં નામ કે જે વોર્ડ નં .૬ અને ૭ માં ગેર કાયદેસર રીતે દાખલ કરી દેવામા આવેલ છે તેઓના નામ ફરીવાર વોર્ડ નં .૮ માં દાખલ કરવા માંગ કરાઈ છે. જો તપાસ કરવામાં આવે તો જે કોઈ વોર્ડ નં .૮ નાં મતદારોનાં નામ વોર્ડ નં .૬, ૭ માં ગેરકાયદેસર રીતે દાખલ કરી દીધેલ હોય તો તેઓના નામ પણ ફરીવાર વોર્ડ નં .૮ માં દાખલ કરવામાં આવે તથા આવું ગેરકાયદેસરનું કૃત્ય કરનાર વ્યકિતઓ સામે કાયદેસરનાં પગલા ભરવાની માંગ કરાઈ છે.