- મંગળવારના રોજ ૦૭ ફોર્મ ભરાવાની સાથે કુલ ૦૮ ફોર્મ ભરાયા.
- બે દિવસમાં ૧૬૮ જેટલા ફોર્મનો ઉપાડ.
ગોધરા,
સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં મુખ્ય પક્ષો એ પોતાના ઉમેદવારો જાહેર નહીં કરતા સસ્પેન્સ સર્જાયું છે. તો બીજી તરફ ગોધરા નગર પાલિકામાં આપ પાર્ટી એ ૩ ફોર્મ ભરવાની સાથે અપક્ષો મળીને ૭ ફોર્મ ભરાયા હતા. આમ, અત્યાર સુધી કુલ ૮ ફોર્મ ભરાયા હતા. અને આજે ૪૫ સાથે કુલ ૧૬૮ જેટલા ફોર્મનો ઉપાડ થયો હતો. આગામી દિવસમાં ફોર્મનો ઉપાડ ઉપડવાની સાથે દાવેદારો ભૂર્ગભ માંથી બહાર આવીને દાવેદારી નોંધાવનાર છે.
પંચમહાલ જીલ્લાની જીલ્લા પંચાયત, તાલુકા પંચાયત તથા નગર પાલિકાની ગત સોમવારથી ચુંટણીના ઢોલ ઢબુકીયા છે. જેના પગલે રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે. ભાજપ અને કોંગ્રેસ જેવા મહત્વના પક્ષો એ રણનીતિ બનાવીને ખાનગી રાહે ઉમેદવારોની પસંદગી માટે રાત-દિવસ એક કરી રહ્યા છે. અને દાવેદારો વચ્ચે એક ચહેરાની પસંદગી પક્ષો માટે માથાનો દુ:ખાવો બન્યો છે. એક કરતા વધુ દાવેદારી હોવાને લઈને પણ સંગઠન મુંઝવણમાં મુકાયું છે. એક કરતા વધુ ઉમેદવારી હોવાને લઈને આખરી પસંદગી કરવા માટે સંગઠન દ્વારા કવાયત હાથ ધરાઈ છે. પરંતુ અનેક માપદંડોમાં ફીટ ન થતાં છેવટે મુદ્દત લંબાવવાનો વારો આવ્યો છે. હાલમાં બન્ને પક્ષો દ્વારા ફૂંકી ફૂંકીને ઉમેદવારોની પસંદગી કરવાનું નકકી કરવામાં આવતાં જાહેરાત ટળી છે. અને ઉમેદવારોના નામ અંગે રહસ્ય સર્જાયું હોવાને લઈને સ્થાનિક મતદારો પણ અનેક નામોની ચર્ચા કરી રહ્યા છે. પરંતુ આવા રહસ્યમય માહોલમાં અપક્ષો એ છેલ્લા કેટલાક દિવસોથી ભાજપ અને કોગ્રેસ માંથી ટીકીટ મેળવવા માટેના પ્રયત્નો હાથ ધર્યા હતા. પોતાના ગોડફાધર મારફતે તથા અનેક રીતે ટીકીટની માંગણી કરવા છતાં બન્ને પક્ષો દ્વારા કોઈપણ હકારાત્મક જવાબ નહીં અપાતા છેવટે ભૂર્ગભ માંથી બહાર આવીને દાવેદારી નોંધાવી હતી. ખાસ કરીને ગોધરા નગર પાલિકાની ચુંટણીમાં આપ પાર્ટીના ઉમેદવારો એ એકાએક એન્ટ્રી લઈને ભાજપ અને કોંગ્રેસને અચંબામાંં મૂકી દીધા હતા. જેમાં વોર્ડ નં.૧૧ આપ પાર્ટીમાંથી જયકિશન ચુનીલાલ, વોર્ડ નં.૦૧ આપ પાર્ટીમાંથી ઉમેશ બારીઆ, વોર્ડ નં.૦૩માં આપ પાર્ટીમાંથી ઉમંગ ચૌહાણનો સમાવેશ થાય છે. આ સાથે અન્ય અપક્ષ ઉમેદવારોમાં વોર્ડ નં.૧૧ માંથી ચિરાગ દયાલદાસ રાજાઈ, વોર્ડ નં.૦૬ કલા સાજીદ, વોર્ડ નં.૦૭ અશરફ ચાંદા, વોર્ડ નં.૦૯ ઈલ્યાસ દરગાઈ મળીને ૦૭ જેટલા ઉમેદવારો એ ફોર્મ ભર્યા હતા. તો બીજી તરફ બીજા દિવસે ૪૫ જેટલા ઉમેદવારો એ ફોર્મ લઈ ગયા હતા. આમ, બે દિવસમાં કુલ ૧૬૮ જેટલા ફોર્મનો ઉપાડ થયો હતો. આગામી બે-ત્રણ દિવસમાં ધીરેધીરે ઉમેદવારોની કતાર લાગીને ફોર્મ ભરવા માટે બહાર આવનાર છે. ભાજપ અને કોંંગે્રસ માટે ઉમેદવારની પસંદગી માથાનો દુ:ખાવો બન્યો છે. જીલ્લાકક્ષા એ પક્ષો માટે પસંદગી કરવી મૂંઝવણપ હોવાથી શોર્ટ લીસ્ટ કરાયેલા ઉમેદવારોના નામોને પ્રદેશમાં મોકલવામાં આવ્યા છે. અને રાઉન્ડ ટુ ધ ટેબલ મુજબ બેઠક આયોજીત થઈને જીતી શકે તેવા ઉમેદવારોની પસંદગી થનાર છે. પરંતુ પક્ષો દ્વારા ચુંટણીમાં જોખમ લેવાનું ટાળતા આગામી શુક્રવાર અને શનિવારના રોજ મેન્ડેડ ફાળવીને નામોની જાહેરાત કરવામાંં આવનાર છે. ખાસ કરીને ૦૩-૦૩ ટર્મ સુધી સળંગ જીતનાર અને ૬૦ વર્ષની વય મર્યાદા પૂર્ણ થતા ભાજપાના ઉમેદવારો કપાય તેવી દહેશત સાથે યુવા ચહેરાઓએ ટીકીટની માંગણી કરવામાંં આવી છે. ત્યારે ભાજપ દ્વારા આ નિયમનું કેટલાા અંશે પાલન કરે છે. તે અગત્યનું બન્યું છે.
ગોધરા નગર પાલિકા માટે મંગળવારે ફોર્મનો ઉપાડ…..
- વોર્ડ ફોર્મ
- ૧ ૩
- ૨ ૫
- ૩ ૫
- ૪ ૭
- ૫ ૫
- ૬ ૨
- ૭ ૩
- ૮ ૩
- ૯ ૨
- ૧૦ ૩
- ૧૧ ૭