કાલોલ તાલુકાના અલીન્દ્રા ચોકડી પાસેના એક ખેતરમાં ઔદ્યોગિક વેસ્ટના બોરાં ફેંકી પ્રદુષણ ફેલાવવાનો પ્રયત્ન કરવામાં આવતાંં રહિશોમાં ભારે નારાજગી જન્મી છે.આ પ્રકારે કિંમતી મીનનો નાશ કરવાનો પ્રયાસ કરાયો છે. જેથી અંતરીયાળ વિસ્તારમાં શેના બોરાં છે. તેની તપાસ કરવામાં આવે તે જરૂરી છે.
કાલોલ તાલુકાના અલીન્દ્રા ચોકડી આવેલી છે. અહીં ખેતી લાયક જમીન હોવાની સાથે સાથે રહેણાંક વિસ્તાર આવેલો છે. આ વિસ્તારમાં આવેલ ઔદ્યોગિક એકમોમાંથી નકામો કચરો વિપુલ પ્રમાણમાંં નિકળે છે. અને કાયદા પ્રમાણે આ ઈન્ડસ્ટ્રી વેસ્ટના નિકાલ માટે ચોકકસ નિયમો બનાવવામાં આવ્યા છે. આ કચરાને નાશ કરવામાટેની જવાબદારી ઔદ્યોગની છે. પરંતુ ખર્ચો બચાવવા માટે ગમે તેમ ખુલ્લામાં ફેકી દેવામાં આવતા હોવાને અનેકવાર બૂમો ઉઠી રહી છે. અને તેની તપાસ કરવામાં આવતી નથી. જેના કારણે આવા ઉદ્યોગોને જાહેરમાં વેસ્ટનો નિકાલ કરવામાં આવતાં લોકોમાં નારાજગી જન્મી છે. ફરી એકવાર તાલુકાના અલીન્દ્રા ચોકડી પાસે આવેલ એક ખેતરમાં ઔદ્યોગિક કચરાના નિકાલ માટે બોરીઓ ફેંકી દેવાનું બહાર આવતાં ખળભળાટ મચી ગયો છે. કાયદાની ઐસીતૈસી કરીને પોતાની ફરજ ચુકી જતાં ઔદ્યોગિક સંચાલકે બેફામ રીતે જમીન પર બોરાના ધબેકા ખાલી કરી જમીન ને પ્રદુષિત કરવા જઈ રહ્યું છે. આવા અંતરીયાળ વિસ્તારમાં ડસ્ટ ભરીને બોરાઓ નાખવાંમા કોનો છે પ્રયાસ ? અને આવા વિસ્તારોની શું પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા તપાસ હાથ ધરવામાં આવશે કે કેમ ? આ અંતરીયાળ વિસ્તારમાં ડસ્ટના બોરાં નાખવામાં આવેલ જમીન કોઈની માલિકીની છે ? કે પછી સરકારી જેની લાગતાં વળગતા તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવશે ? કે કેમ તે હવે જોવાનું રહ્યું. જો તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવીને આવા કાયદાનો ભંગ કરનાર સામે કડક પગલાં ભરવામાં આવે તો ફરી એકવાર ધટના બનતી અટકી શકે તેમ છે.
રિપોર્ટર : જયવીર સોલંકી