ગોધરા પાલિકા વિસ્તારમાં શરૂ થયેલ વિકાસલક્ષી કામોને ટકાવારીનું ગ્રહણ લાગ્યું.

  • માંડ અનેક પ્રયત્નો બાદ ટેન્ડર ભરી કોન્ટ્રાકટર દ્વારા કામ શરૂ કરાયું હતું. તે કોન્ટ્રાકટર કામ મૂકી નાશી જવા મજબુર.
  • પાલિકાની ખાંઉ ધરી નિતિ સામે નગરજનોમાં ભારે રોષ.

ગોધરા, ગોધરા નગર પાલિકા વિસ્તારમાં શરૂ કરાયેલા વિકાસના કામો જેવાંં કે, રામસાગર તળાવના બ્યુટીફિકેશન, નવીન ટાઉન હોલ તેમજ ડોડપા પાસે નવા સ્મશાન ગૃહની કામગીરી માંડ અનેક પ્રયત્નો બાદ શરૂ કરાઈ હતી. નગરમાં વિકાસના કામો આખરે શરૂ થતાંં નગરજનોમાં ખુશી હતી પરંતુ કોન્ટ્રાકટર પાસે હજુ માંડ કામ શરૂ થાય તે પહેલા એડવાન્સ ટકાવારી મુદ્દે કયાંક વાંકુ પડતા કોન્ટ્રાકટર શરૂ કરેલ કામગીરી અધુરી છોડી જતા રહેતા નગરજનોમાં પાલિકાનું ખાઉધરી નીતિને કારણે વિકાસ રૂંધાઈ રહ્યો તેવી ચર્ચાઓએ જોર પકડયું છે.

ગોધરા નગર પાલિકા વિસ્તારોમાં વિકાસના કામો થાય અને નગરમાં સુવિધા સાથે સુંદરતા વધે તેવું નગરજનો ઈચ્છી રહ્યા છે. સરકાર દ્વારા પણ ગોધરા પાલિકા વિસ્તારમાં વિકાસલક્ષી કામો માટે કરોડો રૂપીયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. તેવા વિકાસના કામોમાં રામસાગર તળાની ફરતે બ્યુટીફિકેશન કામગીરી, ભુરાવાવ ખાતે નવીન ટાઉન હોલ, ડોડપા પાસે નવા સ્મશાન ગૃહની સહિતના મંજુર થયેલા કામો કોન્ટ્રાકટરો ટેન્ડર ભરવામાં રસ નહિ દાખવતા અટવાઈને પડયા હતા. માંંડ રામસાગર તળાવ બ્યુટીફિકેશન અને નવીન ટાઉન હોલ તેમજ ડોડપા પાસે નવા સ્મશાન ગૃહ સહિતના કામો કરવા માટે કોન્ટ્રાકટર દ્વારા ટેન્ડર ભરીને વર્ક ઓર્ડર મળતા વિકાસલક્ષી કામોની શરૂઆત કરતા નગરજનોમાં આખરે ગોધરામાં અટવાયેલ બ્યુટીફિકેશન અને ટાઉન હોલની કામગીરી શરૂ કરતાં આનંદ જોવા મળી રહ્યો હતો. માંડ અનેક પ્રયત્નો બાદ રામસાગર તળાવની ફરતે બ્યુટીફિકેશન અને નવીન ટાઉન હોલ સહિતના કામો શરૂ થયા હતા. ત્યારે પાલિકાના અધિકારીઓ અથવા સત્તાધિશો પૈકી કોઈકના દ્વારા વિકાસના કામો કરતાં કોન્ટ્રાકટર સાથે કરતાં કરોડો રૂપીયાના કામોની એડવાન્સ ટકાવારી મામલે ડખો પડતાં કોન્ટ્રાકટર ખાઉધરા અને એકપણ રૂપીયાના બીલની ચુકવણી પહેલા ટકાવારી માંગતા સાથે શરૂ કરેલ વિકાસના કામો છોડીને ચાલ્યા ગયા હોવાની ચર્ચા નગરજનોમાં મુદ્દો બન્યો છે. ત્યારે નગરજનો પણ આવા ટકાવારી માટે કામો અટકાવી દેનાર સત્તાધિશો ઉપર છુપો રોષ ઠાલવી રહ્યા છે.