દાહોદ તાલુકા આરોગ્ય કચેરી ખાતે કલેફટ લિપ અને પેલેટની સ્કીનીંગ કેમ્પ યોજયો

દાહોદ, આજ તા.-30/05/23 નારોજ તાલુકા આરોગ્ય કચેરી,દાહોદ ખાતે આરોગ્ય અને પરિવાર કલ્યાણ શાખા, જીલ્લા પંચાયત, દાહોદ અને કાશી બા હોસ્પિટલના સહયોગ થી કલેફ્ટ લિપ અને પેલેટના સ્ક્રીનીંગ કેમ્પનું આયોજન કરવામાં આવેલ. જેમાં 31 લાભાર્થીએ લાભ લીધો, તે પૈકી 24 નવા બાળકો તેમજ 7 પોસ્ટ ઓપરેટેડ બાળકોનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું.

24 બાળકો પૈકી 15 બાળકોને ઓપરેશનની તારીખ આપવામાં આવી, તેમજ 9 બાળકોને ઉંમર, વજન અને હિમોગ્લોબીન વધારવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.

આરોગ્ય ટીમ દ્વારા શોધેલા બાળકોની સારવાર કાશીબા હોસ્પિટલ દ્વારા ‘સ્માઈલ ટ્રેન ’ અંતર્ગત આવા બાળકોનું નિદાન, સારવાર, ભોજન અને વાહનવ્યહારની સુવિધા તદ્દન વિના મૂલ્યે કરવામાં આવે છે.