મહીસાગર જીલ્લા પ્રવાસન સમિતિની બેઠક કલેક્ટર ના અધ્યક્ષ સ્થાને યોજાઈ

મહીસાગર, મહીસાગર જીલ્લાના પ્રવાસન હસ્તક પ્રોજેક્ટ/સાઈટ પર થયેલ કામગીરીની સમીક્ષા બેઠક કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર ભાવિન પંડ્યાના અધ્યક્ષ સ્થાને યોજાઈ.

બેઠકમાં જીલ્લાના રૈયોલી ડાયનાસોર ફોસીલ પાર્ક અને સાતકુંડા પોજેકટ પર વન વિભાગ દ્વારા કરવામાં આવેલ કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.

આ ઉપરાંત માનગઢ હીલ ખાતે આવેલ હોટલ/ગેસ્ટ હાઉસમાં જરૂરી સુવીધા ઉભી કરવી કરવા પર ચર્ચા કરવામાં આવી હતી.

બેઠકમાં જીલ્લા વિકાસ અધિકારી,અધિક નિવાસી કલેક્ટર, આયોજન અધિકારી, નાયબ વન સંરક્ષક, પ્રાંત અધિકારીઓ સહિત સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.