
મુંબઇ, અભિનેત્રી માધુરી દીક્ષિત અને તેના પતિ ડૉ.શ્રીરામ નેને ખૂબ જ ખુશ છે. તેમના નાના પુત્ર રેયાનએ તેનું શાળાકીય શિક્ષણ પૂર્ણ કર્યું છે. અભિનેત્રી અને તેના પતિએ તેમના પુત્રની શાળા, અમેરિકન સ્કૂલ ઓફ બોમ્બેના દીક્ષાંત સમારોહમાં હાજરી આપી હતી અને સફળતાની ઉજવણી કરી હતી.
તાજેતરમાં જ ધોરણ દસ અને બારમા ધોરણનું પરિણામ દેશભરમાં બહાર આવ્યું છે. આવી સ્થિતિમાં ઘણા ફિલ્મ સ્ટાર્સના બાળકોના પરિણામ પણ આવી ગયા છે. હાલમાં જ ચાઈલ્ડ ટીવી એક્ટ્રેસ રૂહાનિકા ધવનન ૧૦મા ધોરણનું પરિણામ પણ આવ્યું છે, જેમાં તે સારા નંબર સાથે પાસ થઈ છે. તે જ સમયે, માધુરી દીક્ષિતનો નાનો પુત્ર રેયાન નેને પણ બોર્ડની પરીક્ષામાં પાસ થયો છે.
માધુરી દીક્ષિત અને તેના પતિએ તેના પુત્ર રેયાનના અમેરિકન સ્કૂલ ઑફ બોમ્બેમાં થયેલા દીક્ષાંત સમારોહમાં હાજરી આપી હતી અને સફળતાની ઉજવણી કરી હતી. આ સાથે જ તેને પોસ્ટ શેર કરી હતી,જેમાં માધુરી અને તેના પતિએ લખ્યું, “Proud Parent moment: Congratulations to my brilliant star on reaching new heights.”
બીજા ફોટોમાં રેયાન ફોર્મલ પોઝ આપતો જોવા મળે છે. અન્ય ફોટોમાં તે તેના માતા-પિતા અને મોટા ભાઈ અરીન નેને સાથે જોવા મળી રહ્યો છે. બંનેએ આ તસવીરો સાથે એક વીડિયો પણ શેર કર્યો છે.
તમને જણાવી દઈએ કે, અભિનેત્રીના બંને પુત્રો અમેરિકામાં અભ્યાસ કરે છે. માધુરી દીક્ષિતનો મોટો દીકરો અરીન ઉચ્ચ શિક્ષણ માટે યુએસની યુનિવસટી ઓફ સધર્ન કેલિફોર્નિયામાં અભ્યાસ કરી રહ્યો છે. અભિનેત્રી અવારનવાર તેના પુત્રો સાથેની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. એક્ટ્રેસ અરીન સાથે નાચવા-ગાવાથી લઇને મ્યુઝીક વગાડવા સુધી માધુરીએ દરેક ક્ષણ પોતાના ફેન્સ સાથે શેર કરી છે.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો માધુરી છેલ્લે ફિલ્મ મજા મા માં જોવા મળી હતી. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો માધુરી ટૂંક સમયમાં ઈન્દ્ર કુમારની ધમાલ ૪માં જોવા મળી શકે છે.