
મુંબઇ, નવા સંસદ ભવનનું ઉદઘાટન વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું. દરમીયાન નવા સંસદ ભવન સામે આંદોલન કરવા નિકળેલા કુસ્તીબાજો અને દિલ્હી પોલીસ વચ્ચે ઝપાઝપી થઇ હતી. ત્યાર બાદ પોલીસે કુસ્તીબાજોની ધરપકડ કરી હતી. આ બનાવ બાદ વિરોધી પક્ષોએ તેને રાજકીય મુદ્દો બનાવી ભાજપ પર નિશાનો સાધ્યો છે. ત્યારે રાષ્ટ્રવાદી કોંગ્રેસના અધ્યક્ષ શરદ પવારે પણ આ બનાવની ટીકા કરી હતી તેમણે ટ્વીટ કરી કહ્યું કે દિલ્હી પોલીસની કુસ્તીબાજો સાથેની વર્તણૂંક શરમજનક છે.
ભારતીય કુસ્તી મહાસંઘના અધ્યક્ષ બ્રિજભૂષણ સિંહની ધરપકડની માંગણી સાથે ૨૩મી એપ્રિલથી કુસ્તીબાજોનું આંદોલન ચાલી રહ્યું છે. ત્યારે નવા સંસદ ભવનની બહાર કુસ્તીબાજોએ મહાપંચાયત કરવાની જાહેરાત કરી હતી. જેના માટે કુસ્તીબાજોએ નવા સંસદ ભવન તરફ નીકળ્યા હતાં. દરમીયાન પોલીસે સાક્ષી મલિક, વિનેશ ફોગાટ, બજરંગ પુનિયા સહિત કુસ્તીબાજોની ધરપકડ કરી હતી.
આ ઘટનાને શરદ પવારે વખડો હતી તેમણે ટ્વીટ કરી જણાવ્યું કે લોકશાહીના માર્ગે પોતાની માંગણીઓ અંગે ન્યાય માંગી રહેલ મહિલા કુસ્તીબાજો સાથે દિલ્હી પોલીસની વર્તણૂંક ખરેખર દુ:ખદ છે. આપડાં દેશની શાન ગણાતાં કુસ્તીબાજો સાથે આવા પ્રકારે વર્તૂણંક કરવી અને તેમની ધરપકડ કરવી એ શરમજનક બાબત છે. દિલ્હી પોલીસની આ વર્તણૂંકનો હું નિશેધ કરું છું. આવી ક્રુર ઘટના લોકશાહીનો અપમાન છે. એમ શરદ પવારે કહ્યું.
આ મુદ્દે રાષ્ટ્રવાદી કોંગ્રેસના સાંસદ સુપ્રિયા સુળેએ પણ મોદી સરકારને પ્રશ્ર્ન કર્યો છે. સુપ્રિયા સૂળેએ ટ્વીટ કર્યું હતું કે, ઓલમ્પિક વિજેતા ખેલાડીઓ સાથે થયેલ અપમાનજનક વર્તણૂંક સાચે જ નિરાશાજનક છે સાક્ષી મલિક, વિનેશ ફોગાટ સાથે થયેલ ગેરવર્તન નિંદનીય છે. કેન્દ્રિય ગૃહમંત્રાલય દ્વારા શું આ આંદોલનકારીઓને મારવાની પરવાનગી આપવામાં આવી હતી કે? તેનો કેન્દ્ર સરકાર જવાબ આપે. એવી માંગણી સુપ્રિયા સૂળેએ કરી હતી.