નડિયાદ, ખેડાના વલ્લાથી ત્રાજ સુધીના ગામોમાં વાવાઝોડાથી નુક્સાન થયુ હોવાનું સામે આવ્યુ છે. આ સાથે જ ખેડાના માતરના બરોડા ગામમાં વીજળી પડતાં ૩૫ થી વધુ ઘેટાં-બકરાંનાં મોત થયા હોવાનું સામે આવ્યુ છે. કમોસમી વરસાદના કારણે પંથકમાં કેળાના પાકને વ્યાપક નુક્સાન થયું હતુ.
આ સાથે ભારે પવન સાથે વરસાદ ખાબક્તા મકાનોનાં છાપરાં, વાહનોને મોટાપાયે નુક્સાન થયુ છે. વારસંગ, રઢુ, બરોડા, ત્રાજ ગામની સીમમાં વ્યાપક નુક્સાન થયુ છે. ખેડા તાલુકામાં મોટા પ્રમાણમાં વૃક્ષો ધરાશાયી થયા છે. તો બીજી તરફ ભરૂચ જિલ્લામાં વાગરા તાલુકાના કચ્છીપુરા ગામે કેમિકલયુક્ત ઝેરી પાણી પીવાના કારણે ૨૫ થી વધુ ઊંટના મોટ નિપજ્યા હતા. ઊંટ એ સ્થાનિકોની રોજીરોટીનું મુખ્ય સાધન છે. ત્યારે પશુપાલકોના ઊંટ ટપોટપ મરવા લગતા પશુપાલકોને માથે હાથ દેવાનો વારો આવ્યો હતો.