જેમાં પંચમહાલ જીલ્લાના ત્રણ અગ્રણી સામાજીક કાર્યકર એવા ડો. હર્ષદ મહેરાની પ્રમુખ તરીકે અને મુકેશભાઈ મહેરા અને જયેન્દ્ર ભોઈની ઉપ પ્રમુખ તરીકે વરણી.
ગુજરાત રાજ્યના ભોઈ સમાજના ઉત્થાન હેતુ ભોઈ સમાજ સેવા ફાઉન્ડેશનની સ્થાપના કરવામાં આવી. જેમાં ગોધરાના ડો. હર્ષદ મહેરાની ભોઈ સમાજ સેવા ફાઉન્ડેશનના પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી, તેમજ મહામંત્રી તરીકે ઉમરેઠના સુરેશભાઈ ભોઈની વરણી કરવામાં આવી.
સાથે સાથે ગોધરાના જ મુકેશભાઈ મહેરા, રાજેશભાઈ ભોઈ (ઉમરેઠ) યોગેશ મહેરા(વડોદરા), સંજયભાઈ ભોઈ (ઢેસીઆ), ભરતભાઈ ભોઈ (પોયચા), જયેન્દ્રભાઈ ભોઈ (ધનતેજ)ની ઉપ પ્રમુખ તરીકે અને સહમંત્રી તરીકે ઉમંગભાઈ ભોઈ અને વ્રજ મહેરા, મિતુલ ભોઈ અને વિમલ ભોઈની વરણી કરવામાં આવી.
આ સાથે સમગ્ર ગુજરાતમાં ભોઈ સમાજ માટે વિવિધ કામો કરવા માટે 11જેટલી કમિટીઓ બનાવી ભોઈ સમાજના નવયુવાન ચહેરાઓને જવાબદારીઓ સોંપવામાં આવી હતી.
આણંદ ખાતે યોજાયેલ ભોઈ સમાજ સેવા ફાઉન્ડેશનની મિટિંગ દરમિયાન સમગ્ર ગુજરાત રાજ્યમાં ભોઈ જ્ઞાતિના ઉત્કૃષ માટે શિક્ષિત અને નવયુવા ચહેરાઓને જવાબદારીઓ આપી. સાચા અર્થમાં સમાજ સેવા અને પાયાના મૂળભૂત કામો કરવા પ્રમુખ ડો. હર્ષદભાઈ મહેરાએ તેઓ નવ નિયુક્ત ટીમને હાકલ કરી આજથી કામે લાગવા જણાવ્યું હતું.