ગોધરા તાલુકાના સેલજીના મુવાડા ગામે ડી.જે.ધીમે વગાડવાનું કહેતા આરોપીએ ચપ્પુ વડે હુમલો કરી બે વ્યકિતને ઈજાઓ પહોંચાડી

ગોધરા, ગોધરા તાલુકાના સેલજીના મુવાડા ગામે ડી.જે.ધીમે વગાડવાનું કહેતા આરોપીએ હાથમાં રાખેલ ચપ્પુ વડે કપાળ અને આંખની નીચે ઈજા કરી તેમજ અન્યને હાથના ભાગે ઈજાઓ કરી મારી નાખવાની ધમકી આપતાં આ બાબતે પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ.

પ્રાપ્ત વિગતો મુજબ ગોધરા તાલુકાના સેલજીના મુવાડા ગામે નટવરસિંહ પ્રતાપસિંહ રાઠોડે ડી.જે. ધીમે વગાડવાનું કહેતા આરોપી અલ્પેશ દલપતસિંહ રાઠોડ ઉશ્કેરાઈ ગયો હતો અને હાથમાં રાખેલ ચપ્પુ વડે નટવરસિંહને માથાના ભાગે તેમજ આંખની નીચે ધા મારી ઈજાઓ કરી તેમજ ગોવિંદભાઈ રાઠોડને હાથની કોણીના ભાગે ચપ્પુથી ઈજાઓ કરી જાનથી મારી નાખવાની ધમકી આપતાં આ બાબતે ગોધરા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.