હાલોલ નવીન શાકમાર્કેેટમાં દબાણો દુર કરતા રસ્તાઓ પહોળા થયા

હાલોલ, હાલોલ હાઈસ્કુલ પાછળ આવેલ નવીન શાકમાર્કેટમાં શાકભાજી ફ્રુટ વેચતા લારીવાળાઓ માર્કેટમાં આડેધડ લારીઓ મુકી ટ્રાફિકને અડચણ થાય તે રીતે ખરીદી કરવા આવતા લોકો પણ બેજવાબદારી પુર્વક પોતાના વાહનો રસ્તામાં જ મુકી ખરીદી કરતા હોય છે. જેને લઈ માર્કેટમાં ટ્રાફિક જામ સાથે અનેક વખત ઝધડાઓ થતાં હોવાની સમસ્યાએ માઝા મુકી દેતા કોઈ વખત ઈમરજન્સી સમયે કોઈ ધટના બને ત્યારે એમ્બ્યુલન્સ કે પોલીસના વાહનો પસાર થવામાં મોટો અવરોધ ઉભો થતો હોય પાલિકા અને પોલીસ દ્વારા લારી-પથારાવાળા ચાલકોને વારંવાર સુચનાઓ આપી લારીઓ સાઈડોમાં ઉભી રાખી લારી પર ખરીદી કરવા આવતા લોકોને પણ એમના વાહનો ટ્રાફિકને અડચણ ન થાય તે માટે કહ્યુ હતુ. તેમ છતાં લારીવાળાઓ પોતાની મનમાની કરી લારીઓ રસ્તા વચ્ચે ઉભી રાખી ટ્રાફિકને અડચણ કરતા હોય હાલોલ શહેર પોલીસ મથકના પી.આઈ.કેતન ચોૈધરીએ માર્કેટમાં સપાટો બોલાવી લારી ધારકો સહિત ટ્રાફિકને અડચણ થતાં વાહનચાલકો સામે દંડનાત્મક કાર્યવાહી કરી કોર્ટના મેમો ફટકારતા ગેરકાયદેસર લારીઓ-વાહનો પાર્કકર્તાઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. આમ પોલીસે કડક કાર્યવાહી કરતા શાકમાર્કેટમાં વર્ષો જુની ટ્રાફિકની જટીલ બનેલ સમસ્યાનો અંત આવતા હવે માર્કેટની ચારે બાજુથી રસ્તો ખુલ્લો થઈ જતાં હવે સરળતાથી ટ્રક પણ પસાર થાય તેવી પરિસ્થિતિનુ નિર્માણ થતાં લોકોમાં આનંદ વ્યાપી જવા પામ્યો છે.