IPL 2023 ફાઇનલમાં CSK પાંચમીવાર ટાઇટલ જીત્યું ; ગુજરાતને 5 વિકેટે હરાવ્યું.

ચેન્નાઈ સુપર કિંગ્સે IPL 2023નો ખિતાબ જીતી લીધો છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી રોમાંચક ફાઇનલમાં સુપર કિંગ્સે ગુજરાત ટાઇટન્સને 5 વિકેટે હરાવ્યું હતું. ટીમે 15 ઓવરમાં 171 રન બનાવ્યા હતા.

ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ગુજરાતે 20 ઓવરમાં 4 વિકેટે 214 રન બનાવ્યા હતા. સાઈ સુદર્શને 96 અને રિદ્ધિમાન સાહાએ 54 રન બનાવ્યા હતા. બીજા દાવમાં વરસાદ શરૂ થયો. ચેન્નાઈને 15 ઓવરમાં 171 રનનો ટાર્ગેટ મળ્યો હતો. ટીમે 5 વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો.

4 ઓવરના પાવરપ્લેમાં 50+ રનની ભાગીદારી
15 ઓવરમાં 171 રનના ટાર્ગેટને ચેઝ કરતા CSKએ ડેવોન કોનવે અને રૂતુરાજ ગાયકવાડે ઝડપી શરૂઆત કરી હતી. બન્નેએ માત્ર 4 ઓવરમાં ટીમનો સ્કોર 52 રન બનાવી દીધો હતો. ઓવરોના ઘટાડા બાદ પાવરપ્લે પણ માત્ર 4 ઓવરનો કરવામાં આવ્યો હતો.