અમદાવાદ, દેશમાં છેલ્લા ૫ વર્ષમાં ૨૨૭૪ વ્યક્તિઓએ કન્ટ્રક્શન સાઇટ પર કામ કરતાં મોતને ભેટી ચૂક્યા છે. જે પૈકી ગુજરાતમાં ૨૫૫ વ્યક્તિઓના મોત થઇ ચૂક્યા છે. દેશના કુલ મોત સામે ૧૧.૨૧% મોત સાથે ગુજરાતમાં સૌથી વધુ મોત થયા છે. રાજ્યમાં ૨૦૧૬-૧૭ માં ૩૬, ૨૦૧૭-૧૮ માં ૪૨, ૨૦૧૮-૧૯ માં ૫૬, ૨૦૧૯-૨૦ માં ૭૪ અને ૨૦૨૦-૨૧ માં ૪૭ વ્યક્તિઓના મોત થયા છે.
બીજી બાજુ, છેલ્લા ૫ વર્ષમાં ગટર અને ટાંકાની સફાઇ દરમિયાન મોતને ભેટી ચૂકેલા દેશના ૩૫૨ વ્યક્તિ પૈકી ૨૮ વ્યક્તિઓ ગુજરાતના છે. ગટર અને ટાંકાની સફાઇમાં મોતમાં ગુજરાત દેશમાં છઠ્ઠા ક્રમે છે. આ ઉપરાંત છેલ્લા ૫ વર્ષમાં ગુજરાતમાં ફેક્ટરીઓમાં કામ કરતાં ૪૬૭૨ વ્યક્તિઓને સામાન્ય ઇજાઓ અને ૧૧૯૨ વ્યક્તિઓને જીવલેણ ઇજાગ્રસ્ત થઇ ચૂક્યા છે.
૫ વર્ષમાં કન્ટ્રક્શન સાઇટ પર મોતની સ્થિતિ
રાજ્ય | કુલ મોત |
ગુજરાત | 255 |
રાજસ્થાન | 243 |
દિલ્હી | 233 |
મહારાષ્ટ્ર | 219 |
તમીલનાડુ | 213 |
કેરાલા | 182 |
ગટર-ટાંકાની સફાઇમાં ઉ.પ્ર.માં સૌથી વધુ મોત
રાજ્ય | કુલ મોત |
ઉત્તરપ્રદેશ | 57 |
તમિલનાડુ | 46 |
દિલ્હી42 | 42 |
હરિયાણા | 38 |
મહારાષ્ટ્ર | 32 |
ગુજરાત | 28 |