અફઘાનિસ્તાન-ઈરાનમાં પાણીને લઈને બોર્ડર પર એક્ધાઉન્ટર:૪ માર્યા ગયા,

તેહરાન : રવિવારે સરહદ પર અફઘાનિસ્તાન અને ઈરાનની સેનાઓ વચ્ચે અથડામણ થઈ હતી. બંને દેશો વચ્ચે ઇસ્લામિક રિપબ્લિક બોર્ડર પર ભારે ગોળીબાર થયો હતો. આ લડાઈ ઈરાનના સિસ્તાન અને બલુચિસ્તાન પ્રાંત અને અફઘાનિસ્તાનના નિમરોઝ પ્રાંતની સરહદ પર થઈ હતી. જેમાં એક તાલિબાન ફાઇટર અને ઈરાની સેનાના ૩ સૈનિકો માર્યા ગયા હતા.

હેલમંદ નદીના પાણીના અધિકારને લઈને બંને દેશો વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. ઈરાની મીડિયાએ પ્રથમ ફાયરિંગ માટે તાલિબાનને જવાબદાર ગણાવ્યું હતું. તે જ સમયે, તાલિબાન અનુસાર, આ યુદ્ધ ઇરાન દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું. તાલિબાન કમાન્ડર હામિદ ખોરાસાનીએ કહ્યું- જો તાલિબાન નેતાઓ મંજૂરી આપશે તો અમે ૨૪ કલાકમાં ઈરાન પર જીત મેળવી લઈશું.

તાલિબાન કમાન્ડર અને પક્તિયા પ્રાંતના ભૂતપૂર્વ ગવર્નર અબ્દુલ હમીદ ખોરાસાનીએ ટ્વિટર પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તેમણે કહ્યું હતું કે અમે જે ઉત્સાહ સાથે અમેરિકીઓ સામે લડ્યા હતા તેના કરતાં વધુ ઉત્સાહ સાથે અમે ઈરાન સામે લડીશું. તાલિબાન નેતાઓની ધીરજ બદલ ઈરાનનો આભાર માનવો જોઈએ. જો તાલિબાનના વરિષ્ઠ નેતાઓ અમને પરવાનગી આપશે તો અમે ઈરાન પર જીત મેળવીશું.

બીજી તરફ ઈરાને પણ તાલિબાનને લડાઈમાં હરાવવાનું વચન આપ્યું છે. ઈરાનના પોલીસ વડા અહમદરેજા રાદને કહ્યું- અમારી સરહદી દળ દરેક હુમલાનો જવાબ આપશે. અફઘાનિસ્તાને આંતરરાષ્ટ્રીય નિયમોના ઉલ્લંઘનનો ભોગ બનવું પડશે. તેણે તેના કાર્યો માટે જવાબ આપવો પડશે.

રિપોર્ટ્સ અનુસાર, તાલિબાન આ લડાઈમાં મિસાઈલ, તોપો અને મશીનગનનો ઉપયોગ કરી રહ્યું છે. સોશિયલ મીડિયા પર યુદ્ધ સાથે જોડાયેલા ઘણા વીડિયો વાઈરલ થઈ રહ્યા છે. જેમાં બોર્ડર પાસેના રસ્તાઓ પર બખ્તરબંધ વાહનો પણ જોવા મળે છે. ૨૦૨૧માં તાલિબાનોએ કબજો મેળવ્યા બાદ આમાંથી મોટાભાગના શસ્ત્રો યુએસ દળોએ ત્યાં છોડી દીધા હતા.

યુએનના ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશન અનુસાર ઈરાનમાં છેલ્લા ૩૦ વર્ષથી દુષ્કાળની સમસ્યા છે, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. લગભગ ૯૭% ઈરાન હવે અમુક અંશે દુષ્કાળનો અનુભવ કરી રહ્યું છે. ઈરાનમાં દર વર્ષે માત્ર ૨૪૦ થી ૨૮૦ મીમી વરસાદ પડે છે. આ વૈશ્ર્વિક સરેરાશ ૯૯૦ એમ.એલ કરતાં ઘણું ઓછું છે. વિશ્ર્વની લગભગ એક ટકા વસ્તી ઈરાનમાં વસે છે, પરંતુ તેની પાસે વિશ્ર્વના તાજા પાણીના માત્ર ૦.૩% છે. તે જ સમયે, વરસાદથી મળેલ ૬૬% પાણી પણ નદીઓમાં જોડાતા પહેલા બાષ્પીભવન થાય છે.