ગોધરા કાલુશા કબ્રસ્તાનની કોટ પાછળ જુગાર રમતા સ્થળે પોલીસે રેઈડ કરી 7 ઈસમોને ઝડપ્યા

ગોધરા, ગોધરા કાલુશા કબ્રસ્તાન કોટની દિવાલને અડીને નદીથી ધસમાં જુગાર રમતા સ્થળે પોલીસે રેઈડ કરી 7 ઈસમોને 15,290/-રૂ.ના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ ગોધરા શહેરની કાલુશા કબ્રસ્તાન કોટની દિવાલને અડીને નદીની ધસ ઉપર કેટલાક ઈસમો જુગાર રમતા હોય તેવી બાતમીના આધારે બી-ડીવીઝન પોલીસે રેઈડ કરી હતી. રેઈડ દરમિયાન રહીમ હકીમ શેખ, રફીક યુસુફ મલેક, આસીફ અબ્દુલ હમીદ શેખ, વસીમ હબીબ રહેમાન શેખ, ઉસ્માન ચાંદભાઈ ધોબી, હિતેશ શાંતિલાલ પંચાલ, મજીદ અબ્દુલ હકીમ શેખને ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલ ઈસમોની અંગઝડતી કરી દાવ ઉપર મુકેલ રૂ.15,290/-રૂ.ના મુદ્દામાલ સાથે જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.