પંચમહાલ ના ગોધરા, હાલોલ, કાલોલમાં ગેસ રિફીલીંગ કરતા ત્રણ ઈસમોને 66 ગેસના બોટલ મળી 1.39 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી એસ.ઓ.જી.

ગોધરા, પંચમહાલ જિલ્લાના બે અલગ અલગ સ્થળોએ એસ.ઓ.જી.પોલીસે ત્રણ ગેરકાયદેસર ગેસ રિફીલીંગ સ્થળોએ રેઈડ કરી હતી રેઈડ દરમિયાન 66 ગેસના બોટલો, વજન કાંટા, ઈલેકટ્રીક મોટર સહિત કુલ 1,39,000/-રૂ.ના મુદ્દામાલ સાથે ત્રણ ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા.

પ્રાપ્ત માહિતી અનુસાર પંચમહાલ એસ.ઓ.જી.પોલીસ જિલ્લામાં ચાલતા ગેરકાયદેસર ગેસ રિફીલીંગ કરતા ઈસમોને શોધી કાઢી કાર્યવાહી કરવાના સુચનોના આધારે પોલીસને મળેલ બાતમીના આધારે ગોધરા બહારપુરા સિવિલ હોસ્પિટલ પાસે ભાવિન કિશોરભાઈ નાથાણી(કાલોલ બસ સ્ટેન્ડ રોડ), સમીર સલીમભાઈ મન્સુર(હાલોલ જયશ્રી કોલોની), અજીતકુમાર વીરબહાદુર કુશવાહના સ્થળો ઉપર રેઈડ કરી હતી. રેઈડ દરમિયાન ગેસના બોટલ નં-66, ગેસ રિફીલીંગ પાઈપ નં-4, વજન કાંટા નંગ-5, ઈલેકટ્રીક મોટર-1 મળી કુલ 1,39,500/-રૂ.ના મુદ્દામાલ સાથે ત્રણેય ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા.