દાહોદના દબાણો દુર થયા બાદ વેપારીઓની આર્થિક સ્થિતિને જોતા ધ સહયોગ કો.ઓ. સોસાયટીએ સભાસદોને લોન ભરવામાં છ માસ સુધી મુક્તિનો નિર્ણય

દાહોદ, દાહોદ શહેરમાં સ્માર્ટ સિટી અંતર્ગત સ્માર્ટ રોડમાં અવરોધ રૂપ દબાણો દૂર કરવાની કામગીરી ચાલી રહી છે તે અંતર્ગત શહેરના 500 થી વધુ દુકાનદારો ની દુકાનો જમીનદોસ્ત કરી દેવામાં આવી છે. આ દુકાનોથી પોતાનું જીવન નિર્વાહ કરતા વેપારીઓ તેમજ તેમના ત્યાં કામ કરતા કામદારોના પરિવારો પર આર્થિક રીતે તકલીફ ઊભી થયેલ છે તેવા સંજોગોમાં વેપારીઓએ જુદી જુદી બેંકો તથા સોસાયટીઓમાંથી વિવિધ પ્રકારની લોનો ચાલી રહી છે તેવા સમયે દાહોદની ધી સહયોગ કો ઓ ક્રેડિટ સોસાયટી દાહોદની મેનેજિંગ કમિટીની તાજેતરમાં મળેલ મિટિંગમાં જે સભાસદો ના અવરોધરૂપ દબાણ દૂર કરવામાં આવ્યા છે અને જેવો અસરગ્રસ્ત થયા છે તેવા તમામ સભાસદોને આગામી છ માસ માટે લોનના હપ્તામાંથી મુક્તિ આપવાનું ર્નિણય મેનેજીંગ કમિટીએ ર્નિણય લીધેલ છે.