ગોધરા, ગુજરાત હાઇકોર્ટ દ્વારા કાર્યપાલક અને નાયબ કાર્યપાલક મકાન અને માર્ગ પેટા વિભાગ સ્ટેટ લુણાવાડા ના દસ વર્ષ કરતા વધુ સમય થી નિવૃત થયેલ છ જેટલા પેન્શન વિહોણા ગરીબ રોજમદારોને પેન્શન યોજના નો લાભ તથા નિવૃત્તિ ની તારીખથી બાકી નીકળતા તફાવતની રકમ ચુકવી આપવા આપવા આખરી આદેશ.
પંચમહાલ જિલ્લા તરીકે જે તે સમયે ઓળખાતા માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ ના નાયબ કાર્યપાલક ઇજનેર અને કાર્યપાલક ઇજનેર ગોધરા નું જિલ્લા વિભાજન થતા હાલ ની સંસ્થા મહીસાગર જિલ્લામાં મુકામે આવેલ છે અને તે કાર્યપાલક તેમજ નાયબ કાર્યપાલક ઈજનેર માર્ગ અને મકાન સ્ટેટ લુણાવાડાના નામથીઓળખાય છે અને તે સંસ્થામાં તારીખ 6/9/78 થી રોજમદાર તરીકે ફરજ બજાવતા ભગવાનભાઈ કોયાભાઈ માલીવાડ નિવૃત્તિ તારીખ 31/8/08 તથા તારીખ 21/1/ 77થી રોજમદાર મજૂર તરીકે ફરજ બજાવતા શનાભાઇ કાળુભાઈ નિવૃત્તિની તારીખ 30/6/08 તારીખ 21/10/80 થી ફરજ બજાવતા ભુરાભાઈ સોમાભાઈ માલીવાડ જેઓનીની નિવૃત્તિ તારીખ 30/6/13 તારીખ 21/9/77 થી ફરજ બજાવતા સ્વર્ગસ્થ દેવાભાઈ કાળુભાઈ ચોકીયાત નિવૃત્તિની તારીખ 30/6/06 તારીખ 21/6/76 થી ફરજ બજાવતા સ્વર્ગસ્થ ઉદાભાઈ સરતન ભાઈ માલીવાડ નિવૃત્તિનીતારી31/10/10 તેમજ તારીખ 21/9/77 થી ફરજ બજાવતા લક્ષ્મણભાઈ મસુરભાઈ પટેલિયા નિવૃત્તિની તારીખ 31/5/09 વિગેરે જણાવેલ તારીખથી નિવૃત કરવામાં આવે પરંતુ નિવૃત્તિ સમયે સરકાર શ્રી દ્વારા નિયત કરેલ પેન્શન યોજના નો કોઇ લાભ આપવામાં આવેલ ન હતો તે બાબતે નિવૃત ગરીબ અને આદિવાસી વિસ્તારના રોજમદારો ગુજરાત સ્ટેટ લેબર ફેડરેશન ના પ્રમુખએ એસ. ભોઈ ને રૂબરૂ મળી તેમને થયેલ અન્યાય બાબતે હૈયા વરાળ ઠાલવેલ જે બાબતે ફેડરેશન દ્વારા સરકાર ના નિયત કરેલ અધિકારીઓ પાસેથી જરૂરી દસ્તાવેજો જે તેમના કબજા હેઠળ હોય દસ્તાવેજો મેળવવા આરટીઆઇ2005 ની થયેલ જોગવાઈ મુજબ છ રોજમદારોને પેન્શન યોજનાનો લાભ આપવા બાબતે જરૂરી દસ્તાવેજોની માંગણી કરી ફેડરેશન મારફતે આ વિવાદ નામદાર ગુજરાત હાઇકોર્ટ સમક્ષ ગુજરાત હાઇકોર્ટના એડવોકેટ દીપકભાઈ આર દવે દ્વારા એસસી એ નંબ11707/22 થી દાખલ કરેલ વિવાદ ચાલી જતા અદાલતે પક્ષકારોના એડવોકેટોની દલીલો સાંભળી અરજદારોએ માંગેલી દાદ તારીખ 1/9/22 ના રોજ મંજુર કરી રોજમદારોને નિવૃત્તિની તારીખથી પેન્શન યોજના નો લાભ આપવો તથા નિવૃત્તિની તારીખથી એમને મળવાપાત્ર પેન્શન તથા પેન્શન તફાવત ની રકમ હયાત ત્રણ કામદારો તથા ગુજરનાર ના ત્રણ વારસસો પૈકી રમેશ ડી ચોકિયાત વારસપતની જીવીબેન યુ માલીવાડ તેમજ નરેશભાઈ એલ પટેલીયા ને ચૂકવી આપવા આદેશ ફરમાવે પરંતુ સરકાર શ્રી તરફથી તે હુકમનું પાલન કરવામાં નિષ્ફળ જતા હુકમના અનાદર બદલ ગુજરાત હાઇકોર્ટ સમક્ષ એમ સી એ નંબર1493/22 કરવામાં આવેલ એ બાબતે સરકારને ગુજરાત હાઇકોર્ટ દ્વારા નોટિસ ઈસ્યુ કરવામાં આવતા તાત્કાલિક અસરથી આ છ રોજમદારોને એમને નિવૃત્તિના તમામ લાભો જેવા કે ગ્રેજ્યુટી 300 રજા રોજમદાર તરીકેની નોકરીની દાખલ તારીખથી નોકરીની સળઞતા મુજબ નિવૃત્તિની તારીખથી મળવાપાત્ર પેન્શન તફાવત ની રકમ વગેરે ચૂકવવાની કાર્યવાહી હાથ ધરાવતા મકાન અને માર્ગ સ્ટેટ વિભાગના કામદાર આલમમાં અને નિવૃત્ત કામદારોના પરિવારમાં આનંદની લહેર છવાઈ છે.