મહારાષ્ટ્ર: કોંગ્રેસનો નિર્ણય દર્શાવે છે કે પાર્ટી ખોટા હાથમાં છે : આશિષ દેશમુખ

મુંબઇ, કોંગ્રેસમાંથી તેમની હકાલપટ્ટીની ટીકા કરતા, મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ધારાસભ્ય આશિષ દેશમુખે કહ્યું કે આ કાર્યવાહી દર્શાવે છે કે પાર્ટીનું રાજ્ય એકમ ખોટા લોકોના હાથમાં છે. રાજ્ય કોંગ્રેસે તાજેતરમાં જ દેશમુખને પાર્ટી નેતૃત્વ વિરુદ્ધ જાહેર નિવેદનો બદલ છ વર્ષ માટે પાર્ટીમાંથી હાંકી કાઢ્યા હતા. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્ય કોંગ્રેસ શિસ્ત સમિતિના અધ્યક્ષ પૃથ્વીરાજ ચવ્હાણે ૨૨ મેના રોજ એક પત્ર દ્વારા દેશમુખની હકાલપટ્ટીનો આદેશ જારી કર્યો હતો.

પત્રમાં જણાવાયું છે કે સમિતિએ ૯ એપ્રિલે દેશમુખ દ્વારા આપવામાં આવેલા જવાબ પર ચર્ચા કરી હતી. પાર્ટીએ દેશમુખને નિવેદન બદલ કારણ બતાવો નોટિસ ફટકારી હતી. આ નિવેદનમાં, તેમણે કહ્યું હતું કે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ મોદી સરનેમ પર ટિપ્પણી કરવા બદલ અન્ય પછાત વર્ગ (ઓબીસી) સમુદાયની માફી માંગવી જોઈએ. દેશમુખ નાગપુરના કાટોલના ભૂતપૂર્વ ભારતીય જનતા પાર્ટી ધારાસભ્ય હતા, જેઓ પાછળથી કોંગ્રેસમાં જોડાયા હતા.

દેશમુખે એક નિવેદનમાં કહ્યું, “મને પાર્ટીમાંથી હાંકી કાઢવાનો નિર્ણય તદ્દન ખોટો છે. આ કાર્યવાહી દર્શાવે છે કે કોંગ્રેસના મહારાષ્ટ્ર એકમનું નેતૃત્વ ખોટા લોકોના હાથમાં છે. જો રાહુલજી ગાંધીનું નિવેદન સમગ્ર ઓબીસી સમુદાયનું અપમાન કરે છે અને આ સમુદાયના સભ્યોને દુ:ખ પહોંચાડે છે, તો રાહુલજીએ કોંગ્રેસ પક્ષની ખાતર ઓબીસીની માફી માંગવી જોઈએ.