પાટણ, પાટણના સિદ્ધપુરમાં પીવાના પાણીની પાઈપલાઈનમાંથી મૃતદેહના અવશેષો મળ્યા બાદ હવે નવી પાણીની પાઇપલાઇન નાખવા માગ ઉઠી છે. ઉપલી શેરી, લાલ ડોશીની પોળ સહિતના વિસ્તારમાંથી પસાર થતી પાણીની પાઇપલાઇન નવી નાખવા અને ટાંકી બનાવવા માટે સ્થાનિકો માગ કરી રહ્યા છે.
સિદ્ધપુરમાં ૧૬ મેના રોજ પ્રથમવાર પીવાના પાણીની પાઈપલાઈનમાંથી શંકાસ્પદ મૃતદેહના અવશેષો મળી આવ્યા હતા. પાઈપ લાઈનમાંથી મૃત યુવતીના અવશેષો મળવાના કેસમાં મોટો ખુલાસો સામે આવ્યો છે. જેમાં પાણીની પાઇપ લાઇનમાંથી મળી આવેલ અવશેષો ગુમ થયેલ યુવતીના જ હોવાનુ સામે આવ્યું છે. તેમજ ગુમ થયેલ યુવતીના માતા પિતાના DNA અને મળી આવેલ અવશેષોના DNA મેચ થયા છે.
પાણીની પાઇપલાઇનમાંથી ગુમ યુવતીના જ અવશેષો હોવાનુ ડીએનએમા સામે આવ્યુ છે. જેમાં લવિના સિંધી નામની યુવતી ગુમ થઈ હતી. લવિનાએ પાણીની ટાંકીમાં આપઘાત કર્યો હોવાનુ સામે આવ્યું. જો કે કયા કારણસર આપઘાત કરવામાં આવ્યો છે તેનું રહસ્ય હજુ અકબંધ છે.