જામનગર, આઝાદ ફાઉન્ડેશન NGO દ્વારા લઘુ ઉદ્યોગથી ધરબેઠા કામ કરી પૈસા કમાવવાની લાલચ આપી અનેક જિલ્લાની ૬૦૦ થી વધુ ગૃહિણીઓ સાથે છેતરપીંડી કરનાર શખ્સને પોલીસે દબોચી લીધો છે. વધુમાં જામનગર સીટી સી ડિવિઝન પોલીસ ચોપડે ચડેલ આ આરોપી ૨૦૧૪ થી એટલે કે સાત વર્ષની સજા પડી હતી. છતાં કોર્ટમાં ગેરહાજર રહેતો હતો જેને પકડી પાડવામાં સાયબર ક્રાઈમ પોલીસને સફળતા મળી છે.
સોશિયલ મીડિયામા છેતરપીંડીના નિતનવા કિસ્સાઓ સામે આવતા હોય છે. ત્યારે લધુ ઉધોગકુટીર ઉધોગમાં ધરબેઠા કામ કરી પૈસા કમાઓની જાહેરાત આપી ફેક એનજીઓ નામે છેતરપીંડી જેવા ગુના અટકાવવા ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા સૂચના આપવામાં આવી હતી.
જેને લઈએ જામનગરના એક ફરિયાદી ને લઘુ ઉધોગ તથા કુટીર ઉધોગમાં ઘરબેઠા કામ કરી પૈસા કમાઓની ફેશબુક જાહેરાત જોઈ સંપર્કમાં આવેલ અને દર મહીને ૨૫,૦૦૦ થી ૩૦,૦૦૦ પગાર મળશે તેવી લાલચ આપી હતી. વધુમાં આગળ જતા ડાયરેક્ટ સંસ્થા સાથે કામ કરી શકશો. તથા મહિલાનું ગૃપ બનાવી મહિલાને સિવણની તથા ગ્રુપ અગરબત્તી તથા ઓર્ગેનિક સાબુ બનાવવાની તથા બ્યુટી પાર્લરની તાલિમ આપવાનો અને ગૃહ ઉદ્યોગ માટે કાચો માલ આપવા સહિતની આંબા આંબલી બતાવી હતી. બાદમાં એક વ્યક્તિના મેમ્બરશીપના નામે પાંચસો રૂપિયા રજસ્ટ્રેશન ફી ભરવાનું જણાવી જામનગર, પોરબંદર, દેવભૂમી દ્વારા મોરબી તથા રાજકોટ સહિત ૧૧ ગૃપના મહિલાઓ પાસેથી રૂપિયા ૩.૧૧ લાખ રૂપિયા પડાવી લીધા હતા. આ મામલે જામનગર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો નોંધાયો હતો. બાદમાં પોલીસે આરોપીના લોકેશનની તપાસ હાથ ધરતા રાજપીપળા,બરોડા,રાજકોટ,ગીર-સોમનાથ, જૂનાગઢ એમ અલગ અલગ સ્થળે આવતા હતા. બાદમાં પોલીસે ટેક્નિકલ ટીમની મદદથી આરોપી મનસુખભાઇ રામાભાઇ જંનકાટ (રહે.રામોલ આર.ટી.ઓ ઓફીસની બાજુમાં આવાસ બ્લીક ન.એ કાર નંબર ૧૫ અમદાવાદ મુળ સમોડા તા.જી.ગીરસોમનાથ)ને પકડી પાડ્યો હતો.