ડ્રાઈવિગ ટેસ્ટ આપવા આવતા અરજદારોની સગવડતા માટે ડ્રાઈવિંગ ટેસ્ટ લેવાનો સમય 09:15 AM કરવામાં આવેલ છે

મહિસાગર, સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી,મહિસાગરની અખબારી યાદી જણાવે છે કે, હાલની સ્થિતિએ વધુ ગરમીના કારણે ઓટોમેટેડ ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેક પર ડ્રાઈવિગ ટેસ્ટ આપવા આવતા અરજદારોની સગવડતા માટે તા.19-05-2023 થી ડ્રાઈવિંગ ટેસ્ટ લેવાનો સમય 10:30 AMની જગ્યાએ 09:15 AMથી કરવામાં આવેલ છે. ઓનલાઈન પરિવહન પોર્ટલ (vahan.parivahn.gov.in)પર સદરહું સુધારો કરી દેવામાં આવેલ છે તે મુજબ ટાઈમ સ્લોટ (સમય) પસંદ કરી એઆરટીઓ કચેરી મહિસાગર ખાતે ડ્રાઈવિંગ ટેસ્ટ માટે આવવા તમામ મોટરિંગ પબ્લિકને જણાવવામાં આવે છે.