ધોધંબા, ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અને જીલ્લાની સૂચના અનુસાર આજરોજ પંચમહાલ જીલ્લા ભાજપા મહામંત્રી મયંકભાઇ દેસાઈની વિશેષ ઉપસ્થિતિમાં સ્વામિનારાયણ મંદિર ઘોઘંબા ખાતે મંડળની કારોબારી બેઠક મળી હતી. તેમાં આમ આદમી પાર્ટીના પ્રમુખ અર્જુનસિંહ બારીયાએ આપને રામરામ કરી ભારતીય જનતા પાર્ટીનો ખેસ મયંક દેસાઈના હસ્તે પહેરી વિધિવદ ભાજપમાં જોડાયા. તેમજ આ કારોબારીમાં, પાર્ટી પ્રમુખ ગુણવંશી ગોહિલ, જયપાલ રાઠોડ, કૈલાશબેન પરમાર, નિલેશભાઈ વરિયા, અરવિંદભાઈ પરમાર, તાલુકા સદસ્યો, જિલ્લા સદસ્યો, સરપંચો તથા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.